રાબડી દેવીએ આ કોને ગણાવ્યાં 'જોકર'? કહ્યું 'ગજબના ગુજરાતી છે...બોમ્બ સહિત લોખંડ ચાવી ગયા'
લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણી મંચની સાથે સાથે ટ્વીટર ઉપર પણ જાણે યુદ્ધ છેડાઈ ગયું છે. આરજેડી નેતા રાબડી દેવી અને અભિનેતા પરેશ રાવલ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક જંગ જામ્યો.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણી મંચની સાથે સાથે ટ્વીટર ઉપર પણ જાણે યુદ્ધ છેડાઈ ગયું છે. આરજેડી નેતા રાબડી દેવી અને અભિનેતા પરેશ રાવલ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક જંગ જામ્યો. રાબડી દેવીએ પહેલા પીએમ મોદી વિશે ટ્વીટ કરીને કટાક્ષ કર્યો. ત્યારબાદ પરેશ રાવલે રાબડી દેવી પર નિશાન સાધ્યું. પરંતુ હવે રાબડી દેવીએ પરેશ રાવલ અને પીએમ મોદી પર આકરો પ્રહાર કર્યો છે.
5 साल एक्टिंग बहुत हो गयी अब मुद्दे की बतियाई। तुम रील ही नहीं रीयल लाइफ़ में भी जोकर हो। चारा तो कहीं भी, कैसे भी..यानि खड़े होकर, बैठकर या चलते-फिरते भी खाया जा सकता लेकिन तुम्हारे गुजराती चाचा राफ़ेल को कब, कैसे, कहाँ और क्यों चबा गए? लोहा वो भी बम समेत चबा गए। गज़ब गुजराती है https://t.co/OfkkvVTYhP
— Rabri Devi (@RabriDeviRJD) May 2, 2019
રાબડી દેવીએ પરેશ રાવલની ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું કે 5 વર્ષ એક્ટિંગ બહુ થઈ ગઈ. હવે મુદ્દાની વાત કરો. તમે રીલ નહીં પરંતુ રીયલ લાઈફમાં પણ જોકર છો. ચારો તો ગમે ત્યાં, ગમે તે રીતે... એટલે કે ઊભા કે બેઠા, હરતા ફરતાં ગમે ત્યાં ખાઈ શકાય છે. પરંતુ તમારા ગુજરાતી કાકા રાફેલ તો ક્યારે, કેવી રીતે, ક્યાં અને કેમ ચાવી ગયા? લોખંડ અને તે પણ બોમ્બ સહિત ચાવી ગયા... ગજબ ગુજરાતી છે.
હકીકતમાં પીએમ મોદી ગત બુધવારે મુઝફ્ફરનગરમાં ચૂંટણી રેલીમાં સામેલ થયા હતાં. જ્યાંથી તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં. ત્યારબાદ રાબડી દેવીએ પણ ટ્વીટ કરીને પીએમ મોદી પર કટાક્ષ કર્યા હતાં.
मोदी कल लीची के शहर मुज़फ़्फ़रपुर आए थे लोगों ने उनके आम खाने के तरीक़े के बाद पूछा कि लीची कैसे खाते है?
काटकर, चूसकर या वाश-बेसिन पर खड़ा होकर? पीएम ने जवाब ही नहीं दिया क्योंकि पूछने वाला कोई हीरो-हिरोइन नहीं था? जवाब नहीं सूझा क्योंकि सवाल पूर्व निर्धारित और नियोजित नहीं था।
— Rabri Devi (@RabriDeviRJD) May 1, 2019
રાબડી દેવીએ ટ્વીટ કરીને લખ્યું કે, "મોદી કાલે લીચીના શહેર મુઝફ્ફરપુર આવ્યાં હતાં, લોકોએ તેમના કેરી ખાવાની રીત બાદ પૂછ્યું કે લીચી કેવી રીતે ખાઓ છો? કાપીને, ચૂસીને કે વોશ બેઝિન પર ઊભા થઈને? પીએમએ જવાબ ન આપ્યો કારણ કે પૂછનારા કોઈ હીરો-હીરોઈન ન હતાં. જવાબ ન સૂજ્યો કારણ કે સવાલ પૂર્વ નિર્ધારિત કે પૂર્વઆયોજિત નહતો."
જુઓ LIVE TV
આ ટ્વીટ બાદ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો. ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલે પણ તેના પર કડક કટાક્ષ કર્યો. તેમણે રાબડી દેવીને ચારા કૌભાંડ મામલે ઘેરવાની કોશિશ કરી. રાબડી દેવીની ટ્વીટને રીટ્વીટ કરતા પોતાના જવાબમાં લખ્યું કે, "પણ ચારો તો ગમે ત્યાં ગમે તે રીતે ખાઈ શકાય છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે