ફાઇઝર બાદ હવે સીરમે માગી કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી, બની પ્રથમ સ્વદેશી કંપની


બ્રિટિશ કંપની ફાઇઝર બાદ હવે  સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)એ પણ કટોકટી ઉપયોગ અધિકાર હેઠળ દેશમાં કોરોના વેક્સિનનો ઉપયોગ શરૂ કરવાની મંજૂરી માગી છે. સીરમ આ અરજી કરનારી પ્રથમ ભારતીય કંપની બની ગઈ છે. 
 

 ફાઇઝર બાદ હવે સીરમે માગી કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી, બની પ્રથમ સ્વદેશી કંપની

નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ રવિવારે ભારતમાં ઓક્સફોર્ડની કોવિડ-19 રસી 'કોવિશીલ્ડ'ની આપાતકાલીન ઉપયોગની ઔપચારિક મંજૂરી પ્રાપ્ત કરવા માટે ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (DCGI) સમક્ષ અરજી કરનારી પ્રથમ સ્વદેશી કંપની બની ગઈ છે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી છે. 

સૂત્રોએ જણાવ્યું કે, કંપનીએ મહામારી દરમિયાન ચિકિત્સા જરૂરીયાતો અને વ્યાપક સ્તર પર જનતાના હિતનો હવાલો આપતા આ મંજૂરી આપવાની વિનંતી કરી છે. આ પહેલા શનિવારે અમેરિકી દવા નિર્માતા કંપની ફાઇઝરના ભારતીય એકમે તેના દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય દવા નિયામક સમક્ષ અરજી કરી હતી.

ફાઇઝરની કોરોના રસીને બ્રિટન અને બહરીનમાં આ રીતે મંજૂરી મેળવવાની વિનંતી કરી હતી. તો એસઆઈઆઈએ ભારતીય તબીબી સંશોધન પરિષદ (IMCR)ની સાથે મળીને રવિવારે દેશના વિભિન્ન ભાગમાં ઓક્સફોર્ડની કોવિડ-19 રસી કોવિશીલ્ડના ત્રીતા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલ પણ કરી છે. 

સત્તાવાર સૂત્રોએ એસઆઈઆઈની અરજીનો હવાલો આપતા કહ્યું કે, કંપનીએ જણાવ્યું કે, ક્લીનિકલ ટ્રાયલના ચાર ડેટામાં તે સામે આવ્યું કે, કોવિશીલ્ડ લક્ષણ વાળા દર્દીઓ અને ખાસ કરીને કોવિડ-19ના ગંભીર દર્દીઓના મામલામાં ખુબ પ્રભાવશાળી છે. ચારમાંથી બે ટ્રાયલ ડેટા બ્રિટન જ્યારે જ્યારે એક-એક ભારત અને બ્રાઝીલથી સંબંધિત છે. 

આ રાજકીય પક્ષોનું ભારત બંધને પૂરેપૂરું સમર્થન, તે દિવસે શું બંધ રહેશે...જાણો વિગતવાર 

દવા કંપનીનો દાવો 90 ટકા અસરકારક છે વેક્સિન
મહત્વનું છે કે હાલમાં CIIના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ હતુ કે કોરોના વેક્સીન કોવિશીલ્ડ ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થઈ છે. જલદી બધા માટે ઉપલબ્ધ થશે. તેમણે તે પણ દાવો કર્યો કે, એસ્ટ્રાઝેનેકા સાથે 10 કરોડ ડોઝની સમજુતી કરવામાં આવી છે. જાન્યુઆરી સુધી કોવિશીલ્ડના ઓછામાં ઓછા 100 મિલિયન ડોઝ ઉપલબ્ધ જશે જ્યારે ફેબ્રુઆરીના અંત સુધી તેના બજારો મિલિયન ડોઝ તૈયાર કરી શકાય છે.

શું હોય છે વેક્સિનનું ઇમરજન્સી અપ્રૂવલ?
ઇમરજન્સી યૂઝ ઓથોરાઇઝેશન એટલે કે  EUA વેક્સિન અને દવાઓ, ત્યાં સુધી કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ્સ અને મેડિકલ ડિવાઇઝ માટે પણ લેવામાં આવે છે. ભારતમાં તે માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન  (CDSCO) રેગુલેટરી બોડી છે. વેક્સિન અને દવાઓ માટે આવું અપ્રૂવલ તેની સેફ્ટી અને અસરનું અસેસમેન્ટ બાદ આપવામાં આવે છે. તે માટે ક્લિનિકલ ટ્રાયલના ડેટાના આધાર બનાવવામાં આવે છે. સામાન્ય રીતે વેક્સિનના અપ્રૂવલમાં ઘણા વર્ષો લાગે છે. અત્યાર સુધી ચોથી ઓછા અપ્રૂવલના સમય ચાર વર્ષ હતો. કટોકટીની સ્થિતિ, જેમ હાલ છે, દુનિયાભરના દેશોમાં એવી વ્યવ્થા છે કે દવાઓ અને રસીને અંતરિમ મંજૂરી આપી શકાય જો તેની અસરના પૂરતા પૂરાવા હોય. ફાઇનલ અપ્રૂવલ સંપૂર્ણ ડેટાના એનાલિસિસ બાદ જ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news