સોનિયા ગાંધી સાથે શરદ પવારની બેઠક આજે, મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે થશે ચર્ચા

મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના ગઠનને લઇને બધાની નજર સોનિયા સાથે એનસીપી (NCP) પ્રમુખ શરદ પવાર (sharad pawar)ની આજે થનાર મુલાકાત પર ટકેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં બનવા જઇ રહેલી શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારને લઇને તસવીર સ્પષ્ટ થઇ જશે.

સોનિયા ગાંધી સાથે શરદ પવારની બેઠક આજે, મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે થશે ચર્ચા

નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના ગઠનને લઇને બધાની નજર સોનિયા સાથે એનસીપી (NCP) પ્રમુખ શરદ પવાર (sharad pawar)ની આજે થનાર મુલાકાત પર ટકેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં બનવા જઇ રહેલી શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારને લઇને તસવીર સ્પષ્ટ થઇ જશે. સૂત્રોનું કહેવું છે કે પવાર શિવસેના (Shiv Sena) ચીફ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે સોનિયાની મુલાકાત થશે. 

શરદ પવારે પહેલાં નવી દિલ્હીમાં સોનિયા ગાંધી દ્વારા નામિત કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મળશે. સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસના ત્રણ નેતા અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને કે.સી.વેણુગોપાલ શરદ પવાર સાથે બેઠક કરશે જેથી સોનિયા ગાંધી દ્વારા આ ડીલને અંતિમરૂપ આપતાં પહેલાં સત્તાની ડીલને લઇને ત્રણેય પક્ષો વચ્ચે ન્યૂનતમ કાર્યક્રમ શેર કરવા પર સહમતિ બની શકે.

એક સૂત્રએ જણાવ્યું કે પાવર શેરિંગ કરાર અંતિમ તબક્કામાં છે. રાજ્યના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે 'અમે ઉતાવળમાં નહી વિચારધારા એક મોટી વાત છે, જેને સોલ્વ કરવામાં આવી રહી છે. આ પ્રકારે ગઠબંધનમાં સમય લાગે છે. 

સંસદમાં વિપક્ષમાં બેસશે શિવસેના
આ દરમિયાન મુખ્ય રાજકીય ઘટનાક્રમમાં શિવસેના સંસદના બંને સદનોમાં વિપક્ષની સાથે બેસશે. સોમવારે સંસદનું સત્ર શરૂ થવાનું છે. પાર્ટીના આ પગલાંથી વિપક્ષને શિયાળુ સત્ર દ્વારા પહેલાં પ્રોત્સાહન મળશે. શિવસેના લોકસભામાં 18 અને રાજ્યસભામાં ત્રણ સાંસદ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે તે વિપક્ષી લાઇનમાં 198 સીટ પર બેસશે. શિવસેનાના બે અન્ય રાજ્યસભા સાંસદોની ખુરશી પણ સંજય રાઉતની આસપાસ રહેશે. તો બીજી તરફ લોકસભામાં શિવસેનાના 18 સાંસદોનું સીટિંગ અરેંજમેન્ટ પણ વિપક્ષી લાઇનમાં કરવામાં આવ્યું છે. સૂત્રોના અનુસાર તેમને પાંચમી લાઇનમાં મળશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news