Corona Update: છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ નવા દર્દીઓ, જો કે રિકવરી રેટ આપે છે રાહત
કોરોનાના (Corona Virus) કેસમાં રોજે રોજ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ રાહતના સમાચાર એ છે કે સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 47,704 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 14,83,157 થયો છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 654 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 4,96,988 એક્ટિવ કેસ છે જ્યારે 9,52,744 લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં 33,425 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના (Corona Virus) કેસમાં રોજે રોજ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ રાહતના સમાચાર એ છે કે સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 47,704 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 14,83,157 થયો છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 654 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 4,96,988 એક્ટિવ કેસ છે જ્યારે 9,52,744 લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં 33,425 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે.
The recovery rate among #COVID19 patients has increased to 64.23%. The recoveries/deaths ratio is 96.6%:3.4% now: Government of India https://t.co/ozAOv0Z1Eq pic.twitter.com/9pcyZ6rl7m
— ANI (@ANI) July 28, 2020
રિકવરી રેટ વધ્યો
કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ દેશમાં કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો રિકવરી રેટ વધીને 64.23% થયો છે. જ્યારે રિકવરી/મૃત્યુ રેશિયો 96.6%:3.4% છે.
The total number of #COVID19 samples tested up to 27th July is 1,73,34,885 including 5,28,082 samples tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/97Wft8sew3
— ANI (@ANI) July 28, 2020
અત્યાર સુધીમાં કુલ 1,73,34,885 ટેસ્ટ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં 1,73,34,885 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગઈ કાલના દિવસમાં 5,28,082 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 47 હજાર જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ નીકળ્યાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે