પુત્રની જગ્યાએ નરેન્દ્ર મોદી પીએમ બનવાથી સોનિયા ગાંધીનું દુખ છલકે છેઃ જાવડેકર

Javadekar attacks Sonia Gandhi: સોનિયા ગાંધીએ અખબારમાં લેખ દ્વારા મોદી સરકાર પર લોકતંત્રને નબળુ પાડવાનો આરોપ લગાવ્યો છે. બીજીતરફ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પલટવાર કર્યો છે. 

પુત્રની જગ્યાએ નરેન્દ્ર મોદી પીએમ બનવાથી સોનિયા ગાંધીનું દુખ છલકે છેઃ જાવડેકર

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લેખ દ્વારા મોદી સરકારની આલોચના કરતા લોકતંત્ર અને અભિવ્યક્તિની આઝાદી ખતરામાં હોવાની વાત કરી તો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વળતો પ્રહાર કર્યો છે. તેમણે સોનિયા ગાંધીના લેખને પાખંડ ગણાવ્યું અને કહ્યું કે, પુત્ર પ્રધાનમંત્રી ન બની શકતા સોનિયા ગાંધી દુખી છે. 

કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ- સોનિયા ગાંધીનો આજનો લેખ એક પાખંડ છે. લોકતંત્ર પર ભાષણ આપીને, લોકતંત્રએ ચૂંટેલા પ્રધાનમંત્રીને, પ્રતિભાનું દહન કરવુ તે આ પાખંડ છે. જનતાએ તેમના પુત્રને પ્રધાનમંત્રીની ખુરશી ન આપીને એક ગરીબ, પરંતુ મજબૂત અને નિર્ભય નેતાને આપી. તેનું દુખ તેમાં છલકે છે. 

— Prakash Javadekar (@PrakashJavdekar) October 26, 2020

— Prakash Javadekar (@PrakashJavdekar) October 26, 2020

જાવડેકરે બીજા ટ્વીટમા કહ્યુ- 'સુપ્રીમ કોર્ટ દ્વારા શાહીન બાગના આંદોલનને અયોગ્ય ઠેરવ્યા બાદ પણ કોંગ્રેસ તેનું સમર્થન કરી રહી છે. મોદી સરકારે ત્યાં લાઠી પણ ચલાવી નથી. તમે રામલીલા મેદાનમાં સુઈ રહેલા પ્રદર્શનકારીઓને માર્યા, ભૂલી ગયા? લોકો નથી ભૂલ્યા.'

જાવડેકરની આ પ્રતિક્રિયા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના એક અખબારમાં પ્રકાશિત થયેલા લેખ પર આવી છે, જેમાં તેમણે કહ્યું કે, મોદી સરકારમાં લોકતંત્ર ખાડે જઈ રહ્યું છે. અભિવ્યક્તિની આઝાદીને ધીમે-ધીમે સમાપ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિરોધના અવાજને કચડવામાં આવી રહ્યો છે. જનતાનો અવાજ ઉઠાવનારી સંસ્થાઓને સરકાર દબાવી રહી છે અને સાથે મૌલિક અધિકારોનું સરકાર દમન કરી રહી છે. 

— Jagat Prakash Nadda (@JPNadda) October 26, 2020

આ પહેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સોનિયા ગાંધી પર પલટવાર કર્યો હતો. નડાએ એક બાદ એક ટ્વીટમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. તેમણે લખ્યુ, હતાશા અને શરમજનકતાનો મેળ ખુબ ખતરનાક હોય છે. કોંગ્રેસમાં બંન્ને છે. માં શિષ્ટતા અને લોકતંત્ર પર ખોખલી અને મોટી-મોટી વાતો કરે છે અને પુત્ર નફરતની રાજનીતિ, ગુસ્સો, જૂઠ અને આક્રમકતાનું સજીવ પ્રદર્શન કરે છે. ભરપૂર બેવડા માપદંડ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news