Corona Updates: તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં કોરોનાના 69 હજાર કરતા વધુ નવા કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધતા જોવા મળી રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 69,652 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 28,36,926 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે દેશમાં હાલ 6,86,395 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 20,96,665 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના કેસ ચિંતાજનક રીતે વધતા જોવા મળી રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 69,652 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 28,36,926 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે દેશમાં હાલ 6,86,395 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 20,96,665 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે.
Spike of 69,652 cases and 977 deaths reported in India, in the last 24 hours.
The #COVID19 tally in the country rises to 28,36,926 including 6,86,395 active cases, 20,96,665 cured/discharged/migrated & 53,866 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/1RWro1WWpE
— ANI (@ANI) August 20, 2020
એક જ દિવસમાં દેશમાં કોરોના વાયરસના કારણે 977 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુનો આંકડો 53,866 થયો છે. જો કે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મત્યુદર ઘટીને 1.90 ટકા થઈ ગયો. આ ઉપરાંત જે એક્ટિવ કેસની સારવાર ચાલુ છે તેમનો દર પણ ઘટીને 23 ટકા થયો છે. રિકવરી રેટ પણ 75 ટકા થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
ICMRના જણાવ્યાં મુજબ 19 ઓગસ્ટ સુધીમાં કોરોના વાયરસના કુલ 3,26,61,252 સેમ્પલ ટેસ્ટિંગ થયા છે. જેમાઁથી 9,18,470 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટિંગ કરાયા. પોઝિટિવિટી રેટ 8 ટકાથી ઓછો છે.
Total number of samples tested up to 19th August is 3,26,61,252 including 9,18,470 samples tested yesterday: Indian Council of Medical Research (ICMR)#COVID19 pic.twitter.com/lEsfNeIOWR
— ANI (@ANI) August 20, 2020
એક્ટિવ કેસ મામલે ટોપ 5 રાજ્યો
આંકડા મુજબ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ સંક્રમિતોની હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારતનું ત્રીજુ સ્થાન છે.
કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારત છે. એક જ દિવસમાં કેસની સંખ્યા જોઈએ તો અમેરિકા અને બ્રાઝિલમાં ક્રમશ: 43,237 અને 48,541 નવા કેસ એક દિવસમાં જોવા મળ્યાં છે. જ્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 69,652 નવા કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે