Stunt Video: આ વીડિયો જોઈને સ્ટંટ કરવાનું ભૂલી જશો...ચાલુ કારના બે ફાડિયા થઈ ગયા

એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કાર સાથે સ્ટંટ કરવા જાય છે પરંતુ જેવો તે ગાડી સ્ટાર્ટ  કરે છે કે દંગ રહી જાય છે. 

Stunt Video: આ વીડિયો જોઈને સ્ટંટ કરવાનું ભૂલી જશો...ચાલુ કારના બે ફાડિયા થઈ ગયા

Stunt Video: સ્ટંટના શોખીન લોકો સમયાંતરે પોતાના આવા સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે. કેટલાક સ્ટંટ તો એટલા જોરદાર હોય છે કે જોનારા દંગ રહી જાય પરંતુ કેટલાક સ્ટંટ એટલા જોખમી હોય છે કે જીવ જોખમાઈ જાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કાર સાથે સ્ટંટ કરવા જાય છે પરંતુ જેવો તે ગાડી સ્ટાર્ટ  કરે છે કે દંગ રહી જાય છે. 

સ્ટંટ કરવામાં જીવ જોખમાઈ ગયો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ગાડીમાં બેસીને ખુબ ઉત્સાહિત જોવા મળે છે. તે સ્ટંટ માટે આગળ વધે છે. પણ જેવી કાર થોડી દૂર જાય છે કે અચાનક જ બે ભાગમાં વહેંચાઈ જાય છે. આ વીડિયો હાલતા ચાલતા સ્ટંટ કરનારા લોકો માટે એક સબક જેવો છે. વીડિયો જોઈને તમારા હાજા ગગડી જશે. 

વ્યક્તિની હાલત થઈ ખરાબ
કાર જેવી બે ભાગમાં વહેંચાઈ ગઈ કે વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયો. તેણે જરાય આશા નહતી કે આવું કઈ ઘટી શકે છે. ભલે કાર બે ભાગમાં વહેંચાઈ ગઈ પણ સદનસીબે વ્યક્તિને કઈ નુકસાન પહોંચ્યું નહીં. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો superautovip નામના એકાઉન્ટ પર શેર કરાયો છે. વીડિયો અત્યાર સુધીમાં એક લાખ 16 હજારથી વધુવાર જોવાઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news