સૂર્યએ કર્યો મિથુન રાશિમાં પ્રવેશ, 8 રાશિવાળા થશે માલામાલ, પણ 4 રાશિઓને પડશે ભારે...

સૂર્યએ 15 જૂનના રોજ સોમવારે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં સૂર્યને બળવાન માનવામાં આવે છે. સૂર્ય 16 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. મિથુન રાશિમાં સૂર્યની ઉપસ્થિતિ 8 રાશિઓ માટે ધનયોગ બનાવી રહી છે. જ્યારે કે 4 રાશિઓને થોડું સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે આ રાશિ પરિવર્તનની અસર જાણી લઈએ.

સૂર્યએ કર્યો મિથુન રાશિમાં પ્રવેશ, 8 રાશિવાળા થશે માલામાલ, પણ 4 રાશિઓને પડશે ભારે...

ઝી મીડિયા/બ્યૂરો :સૂર્યએ 15 જૂનના રોજ સોમવારે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં સૂર્યને બળવાન માનવામાં આવે છે. સૂર્ય 16 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. મિથુન રાશિમાં સૂર્યની ઉપસ્થિતિ 8 રાશિઓ માટે ધનયોગ બનાવી રહી છે. જ્યારે કે 4 રાશિઓને થોડું સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે આ રાશિ પરિવર્તનની અસર જાણી લઈએ.

મેષ
મેષ રાશિવાળાના ત્રીજા ભાવમાં સૂર્ય ગોચર રહેશે. તેનાથી પરાક્રમ વધશે. પ્રયાસ કરનારાઓને લાભ મળશે. નાની-મોટી મુસાફરીનો યોગ બની રહ્યો છે. ભાઈ-બહેનોની સાથે સંબંધો સુધરશે. પરિવારમાં ખુશહાલ માહોલ બની રહેશે. રૂપિયા-પૈસાની તંગી દૂર થશે. વેપાર અને નોકરીના મામલામાં પ્રગતિ મળશે. માતાપિતાનો આર્શીવાદ લેવાથી રોકાયેલા કાર્યો પૂરા થશે. 

સુશાંત રાજપૂતના પરિવાર પર વધુ એક મુસીબતનો પહાડ તૂટ્યો, રડીરડીને ભાભીનો ગયો જીવ 

વૃષભ
સૂર્ય વૃષભ રાશિના બીજા ભાવમાં એટલે કે ધનના ભાવમાં રહેશે. જોકે, આ ભાવમાં સૂર્યની સાથે રાહુ પણ રહેશે. એક મહિના પિતૃ દોષ પણ રહેશે. ધનલાભના યોગ છે, પરંતુ વાણી પર કન્ટ્રોલ રાખવો પડશે. કોઈની સાથે વાદવિવાદમાં પડવાથી તમને નુકસાન થઈ શકે છે. પશ્ચિમ દિશામાં કાર્ય કરવાથી ધનમાં વૃદ્ધ થશે. રોકાયેલું ધન પરત મળશે. 

મિથુન
મિથુન રાશિમાં સૂર્યના પ્રવેશ પ્રવેશ થયો છે. સૂર્ય અને રાહુ એકસાથે હોવાથી 25 જૂન બાદ થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. જોકે, ત્યાં સુધી બધુ સારુ રહેશે. સરકારી કામ પૂરા થશે. જોકે, 25 જૂન બાદ કામમાં તકલીફો પડશે. પતિ-પત્નીના સંબંધોમાં તકલીફો પડી શકે છે. રૂપિયાના લેણદેણમાં સાવધાની રાખવી પડશે. કોઈ પણ બહારની વ્યક્તિને રૂપિયા આપવાથી બચો. 

CBI એ પહેલીવાર અત્યંત ઝેરીલા સેનેટાઈઝરને લઈને આપ્યું મોટું એલર્ટ

કર્ક
કર્ક રાશિના 12મા ભાવમાં સૂર્ય ગોચર થવા જઈ રહ્યો છે. આ ગોચર તમારા માટે બિલકુલ પણ સારી નથી. ધનનું નુકસાન થશે. માન-સન્માનને નુકસાન થશે. આત્મવિશ્વાસમાં ઉણપ આવશે. રોગો પર વધુ રૂપિયા ખર્ચ થઈ શકે છે. મુસાફરી પર ખોટો ખર્ચ થઈ શકે છે. કોર્ટ કચેરી અને પોલીસના મામલામાં સતર્ક રહેવાનું રહેશે. પિતાના સ્વાસ્થયનું પણ ધ્યાન રાખશે. 

સિંહ 
સિંહ રાશિના લોકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન બહુ જ શુભ છે. ધન લાભનો યોગ બની રહ્યો છે. શેર માર્કેટમાં ફાયદો થશે. રોકાયેલું ધન મળશે. ચોરી થયેલી વસ્તુઓ પરત મળશે. નોકરી અને વેપારીમાં પણ લાભ બનાવાના યોગ બની રહ્યાં છે. આગામી સમયમાં બહુ જ સારું રહેશે. પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. માન-સન્માન વધશે. ઘરમાં પણ ખુશહાલી આવશે. 

UNHRC માં પાકિસ્તાનને ફરીથી લપડાક, કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

કન્યા
કન્યા રાશિના 10મા ભાવમાં સૂર્યનો ગોચર ચારગણી પ્રગતિના યોગ બનાવે છે. વિદેશમાંથી લાભના યોગ છે. આવનારા સમયમાં તમારા માટે બહુ જ સારું રહેશે. કરિયરમાં મોટી ઉપલબ્ધિઓ મળી શકે છે. અભ્યાસ કરનારાઓના માટે સમય સારો રહેશે. રાશિ પરિવર્ત બાદ મહેનત રંગ લાવી શકે છે, નોકરીના મામલામાં શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. 

તુલા
સૂર્યનું આ રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકોના ભાગ્યમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. પદ, પ્રતિષ્ઠા, ધન, પિતાનું સ્વાસ્થય, વેપારમાં પ્રગતિના જબરદસ્ત યોગ બની રહ્યાં છે. ધન વધશે અને મુસાફરીથી ફાયદો થશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય કરો. આ મહિનામાં ભાગ્યવશ કેટલાક સારા કામ તમારા હાથથી થશે. 

વૃશ્ચિક
તમારી રાશિમાં સૂર્ય 8મા ભાવમાં ગોચરમા કરશે. 8મું ઘર તકલીફો અને પરેશાનીઓનું ઘર છે. અચાનક મોટી તકલીફ આવી શકે છે. કોર્ટ કચેરી અને પોલીસના મામલામાં તકલીફો વધી શકે છે. સ્વાસ્થય સંબંધી સમસ્યાઓનું બારીકાઈથી ધ્યાન રાખવાનું રહેશે. નહિ તો તકલીફો વધી શકે છે. વૃદ્ધોએ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. 

ધન 
ધન રાશિવાળાઓના 7મા ભાવમાં તે ગોચર હશે. પાર્ટનર સાથે તમારો સંબંધ સારુ બનાવવા પર ધ્યાન આપવું પડશે. ગુસ્સો અને અહંકાર તમારી તકલીફો વધારી શકે છે. આગામી સમયમાં તકલીફો વધી શકે છે. હાલનો સમય તમારી માટે સારો નથી. વેપારી મામલામાં પણ સાવધાની રાખવાની જરૂર છે. અજાણ્યા વ્યક્તિઓ પાસેથી વ્યાજ લેવાથી બચો.

મકર
સૂર્ય મકર રાશિના છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારા માટે શુભ નથી. નોકરીમાં તકલીફોનો સામનો કરવો પડશે. વ્યાજમાં સમસ્યા થઈ શકે છે. સાથી કર્મચારી નુકસાન કરી શકે છે. કેટલાક દિવસો માટે તમે સાવધાની રાખો. સૂર્યના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે રોજ સવારે સૂર્યદેવને જળ અર્પિત કરો. આવું કરવાથી તમારા માથા પરથી સંકટ ટળી જશે. 

કુંભ
5માં ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. તે શેર માર્કેટ, પૈતૃક સંપત્તિ, પુત્ર અને શિક્ષાના મામલામાં લાભ આપી શકે છે. ધનના મામલામાં સ્થિતિ સામાન્ય રહેવાની છે. જોકે, લગ્ન, પ્રેમ, વગેરે મામલામાં નુકસાન થવાની શક્યતા છે.

મીન
મીન રાશિમાં ચોથા ભાવમાં સૂર્યનું ગોચર છે. જે ઘર, ગાડી, બંગલો, પદ, પ્રતિષ્ઠા તમામમાં વૃદ્ધિ લાવશે. માતાનું સ્વાસ્થય સારું રહેશે. ઘરમાં ખુશહાલી આવશે. જીવનનનો કોઈ મોટો હેતુ પૂરો થશે. સમય તમારા માટે બહુ જ સારો છે. સરકારી તંત્રથી મદદ મળશે અને ઘરવાળાઓનું સ્વાસ્થય પણ સારું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news