કરૂણાનિધિના મોત બાદ બે પુત્રો અલાગિરી અને સ્ટાલિન વચ્ચે શરૂ થયો સત્તા સંઘર્ષ
કરૂણાનિધિના સમાધિ સ્થળે આવેલા અલાગિરીએ કહ્યું કે, પિતા સાચું કહેતા હતા કે, સમગ્ર પરિવાર મારી સાથે છે. તામિલનાડુંમાં પાર્ટીના તમામ સમર્થકો મારી સાથે છે. તે બધા મને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સમય જ બતાવશે કે હું શું કહેવા ઇચ્છી રહ્યો છું
Trending Photos
નવી દિલ્હી : દ્રવિડ મુનેત્ર કજગમ (ડીએમકે)ના પ્રમુખ એમ. કરૂણાનિધિના મોત સાથે જ પાર્ટીની કમાન સંભાળવા માટે એમના પુત્રો વચ્ચે સત્તા સંઘર્ષ શરૂ થયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતાં કરૂણાનિધિના મોટા પુત્ર એમ કે અલાગિરીએ પાર્ટી પર પોતાની દાવેદારી રજૂ કરી હતી. સોમવારે કરૂણાનિધિના સમાધિ સ્થળે આવી પહોંચેલા અલાગિરીએ કહ્યું કે, પિતા સાચું કહેતા હતા સમગ્ર પરિવાર મારી સાથે છે. તામિલનાડુંમાં પાર્ટીના તમામ સમર્થકો મારી પાસે છે. એ તમામ મને જ પ્રોત્સાહિત કરી રહ્યા છે. સમય જ બતાવશે કે હું છું કહેવા ઇચ્છી રહ્યો છું.
અહીં મહત્વની બાબત એ છે કે, કરૂણાનિધિના મોટા પુત્ર અલાગિરીને કેટલાક વર્ષો પહેલા પાર્ટીથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને ત્યારથી તે રાજનીતિમાંથી બહાર છે. અંદાજે એક વર્ષ પહેલા એનો નાનો ભાઇ અને કરૂણાનિધિના નાના પુત્ર સ્ટાલિને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
પિતાના મોત સાથે જ બે પુત્રો પાર્ટી પર પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છએ. અલાગિરીએ પોતાને કરૂણાનિધિના રાજકીય વારસ તરીકે ગણાવ્યા છે. તેમણે સ્ટાલિનને કાર્યકારી અધ્યક્ષ બનાવવાના નિર્ણય સામે પણ સવાલ ઉઠાવ્યા છે. એવામાં કહેવાઇ રહ્યું છે કે આવનારા કેટલાક દિવસોમાં સત્તાને લઇને પરિવારમાં સંઘર્ષ વધુ ગાઢ બની શકે એમ છે. જોકે બધાની નજર મંગળવારે થનારી ડીએમકે પાર્ટીની બેઠક પર મંડાઇ છે.
કરૂણાનિધિના બંને પુત્રો એમ કે અલાગિરી અને એમ કે સ્ટાલિન વચ્ચે ઘણા વર્ષોથી સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. અલાગિરી યૂપીએ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને એમને 2014માં પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ઉત્તરાધિકાર સંઘર્ષ ચરમસીમાએ ઉઠવા પામ્યો છે. અલાગિરીએ એક વખતે સવાલ ઉઠાવ્યો હતો કે શું ડીએમકે એક મઠ છે જ્યાં મહંત પોતાના ઉત્તરાધિકારી પસંદ કરે છે. એમનો ઇશારો પોતાના પિતા તરફ જ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે