Indian Railways: આ છે ભારતના 5 એવા રેલ્વે સ્ટેશન જ્યાંથી જઈ શકાય છે બીજા દેશમાં
Indian Railways: ભારતના આ રેલવે સ્ટેશનમાંથી ક્રોસ બોર્ડર લાઈન પસાર થાય છે જે તમને અન્ય દેશમાં લઈ જાય છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે છે.
Trending Photos
Indian Railways: સામાન્ય રીતે એક દેશમાંથી બીજા દેશ જવા માટે પ્લેનમાં જવું પડે છે. સાથે જ કેટલીક પ્રોસેસ પણ કરવી પડે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવા રેલ્વે સ્ટેશન પણ આવેલા છે જે તમને બીજા દેશમાં લઈ જઈ શકે છે ? ભારતના આ રેલવે સ્ટેશનમાંથી ક્રોસ બોર્ડર લાઈન પસાર થાય છે જે તમને અન્ય દેશમાં લઈ જાય છે. ભારત સાત દેશો સાથે બોર્ડર શેર કરે છે, આ સાત દેશમાં ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભૂતાન, નેપાલ, બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી કેટલાક દેશમાં જવા માટે તમે ટ્રેન પકડી શકો છો ? ચાલો તમને જણાવીએ ભારતના એવા પાંચ રેલવે સ્ટેશન વિશે જે બીજા દેશ સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો:
પેટ્રોપોલ રેલ્વે સ્ટેશન
આ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગના જિલ્લામાં ભારત અને બાંગ્લાદેશની સરહદ પાસે આવેલું છે. આ રેલવે સ્ટેશન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે માલસામાનની આયાત નિકાસ માટે એક મહત્વપૂર્ણ કડી છે. ભારતમાંથી બાંગ્લાદેશ જવા માટે બંધન એક્સપ્રેસ મળે છે પરંતુ તેમાં સવારે કરવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે છે. આ ટ્રેન કલકત્તા સ્ટેશન પરથી શરૂ થાય છે અને બાંગ્લાદેશ પહોંચે તે પહેલા ભારતના આ રેલવે સ્ટેશન પર રોકાય છે.
હલ્દીબાડી રેલવે સ્ટેશન
આ રેલવે સ્ટેશન પણ બાંગ્લાદેશની સરહદ થી 4.5 કિલોમીટર દૂર છે. આ રેલવે સ્ટેશન પણ બાંગ્લાદેશ સાથે જોડાયેલું છે. અહીંથી હલદીપુર ચીલ હટી રેલમાર્ગ પસાર થાય છે જેનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2020 માં કરવામાં આવ્યું હતું. અહીંથી મિતાલી એક્સપ્રેસ પસાર થાય છે જે જલ્પાઈગુડીથી પોતાની યાત્રા શરૂ કરે છે અને ઢાંકા પહોંચે તે પહેલા હલ્દી બાડી સ્ટેશન પર રોકાય છે.
સિંધાબાદ રેલવે સ્ટેશન
આ રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આવેલું છે. આ રેલવે સ્ટેશન રોહનપુર સ્ટેશનના માધ્યમથી બાંગ્લાદેશ સાથે જોડાયેલું છે. બાંગ્લાદેશથી માલગાડી નેપાળ પહોંચવા માટે આ સ્ટેશનનો ઉપયોગ કરે છે. બે દેશની સરહદો વચ્ચે આવેલું આ રેલવે સ્ટેશન માલસામાનની આયાત નિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો:
જયનગર રેલવે સ્ટેશન
બિહારના મધુબની જિલ્લામાં આ રેલવે સ્ટેશન આવેલું છે. આ રેલવે સ્ટેશન ભારત અને નેપાળની સરહદ પાસે આવેલું છે. રસપ્રદ વાત એ છે કે આ સ્ટેશન પાડોશી દેશથી ચાર કિલોમીટર દૂર આવેલું છે. જનકપુરના કુર્ધા સ્ટેશનથી નેપાળ જોડાયેલું છે. આ બંને રેલવે સ્ટેશનો વચ્ચે એક અંતર ભારત નેપાળ સીમા પેસેન્જર ટ્રેન ચાલે છે. પરંતુ આ ટ્રેનમાં બેસવા માટે પણ બંને દેશના પેસેન્જર ને પાસપોર્ટ અને વિઝા લેવા પડે છે.
રાધિકાપુર રેલવે સ્ટેશન
આ એક ઝીરો પોઈન્ટ રેલ્વે સ્ટેશન છે. જે ભારત બાંગ્લાદેશની સરહદ પર સક્રિય ટ્રાંઝિટ સ્ટેશન તરીકે કાર્ય કરે છે. આ રેલ્વે સ્ટેશન નો ઉપયોગ ભારતીય રાજ્ય અસમ અને બિહારથી બાંગ્લાદેશમાં માલસામાન પહોંચાડવા માટે થાય છે. આ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુર જિલ્લામાં આવેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે