Relationship Tips: પાર્ટનર સાથે લીવ ઈનમાં રહેવાનું વિચારો તે પહેલા જાણી લો તેના ફાયદા અને નુકસાન વિશે
Relationship Tips: લીવ ઇન રિલેશનશિપ એવી ટર્મ છે જે મોર્ડન સમયમાં ટ્રેન્ડમાં છે. જેમાં બે લોકો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી એકબીજાની સાથે લગ્ન વિના પતિ પત્નીની જેમ રહે છે. કેટલાક કપલ આ રીતે રહેવાની વાતને સારી ગણાવે છે તો કેટલાક લોકો માને છે કે આ પ્રકારની પ્રથાના કારણે યુવા વર્ગ સંબંધોનું મહત્વ ભૂલી જાય છે.
Trending Photos
Relationship Tips: છેલ્લા ઘણા સમયથી લગ્ન વિના એકબીજાની સાથે રહેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવા કપલ આ રીતે રહેવાની પ્રથાને લીવ ઇન રિલેશનશિપ પણ કહે છે. પરંતુ આ પ્રકારે સાથે રહેવું સંબંધો તૂટવાનું કારણ પણ બની શકે છે. મોટા ભાગે કપલ તેના ફાયદા અને નુકસાન ને જાણ્યા વિના જ લિવ ઇનમાં રહેવાનું નક્કી કરી લે છે.
લીવ ઇન રિલેશનશિપ એવી ટર્મ છે જે મોર્ડન સમયમાં ટ્રેન્ડમાં છે. જેમાં બે લોકો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી એકબીજાની સાથે લગ્ન વિના પતિ પત્નીની જેમ રહે છે. કેટલાક કપલ આ રીતે રહેવાની વાતને સારી ગણાવે છે તો કેટલાક લોકો માને છે કે આ પ્રકારની પ્રથાના કારણે યુવા વર્ગ સંબંધોનું મહત્વ ભૂલી જાય છે. આજે તમને જણાવીએ લીવ ઇન રિલેશનશિપના ફાયદા અને નુકસાન વિશે.
લીવ ઇન રિલેશનશિપના ફાયદા
- આ પ્રકારે રહેવાના કારણે કપલ એકબીજાને લગ્ન પહેલા સારી રીતે સમજી લે છે.
- લીવ ઇન માં રહેતા કપલ એકબીજાની આદતો અને લાઈફ સ્ટાઈલ વિશે પણ જાણી શકે છે જેથી આગળ જતા તેમને સમસ્યા થતી નથી.
- રિલેશનશિપમાં જો બે લોકો એકબીજા સાથે ખુશ ન હોય તો કોઈ પણ પ્રકારની સમસ્યા વિના અલગ થઈ શકે છે.
લીવ ઇન રિલેશનશિપના નુકસાન
- લગ્ન વિના એકબીજાની સાથે રહેવાથી ટ્રસ્ટ ઈશુ થઈ શકે છે.
- આ પ્રકારના સંબંધોનું આયુષ્ય લાંબુ હોતું નથી. નાની એવી વાતમાં પણ સંબંધ તૂટી શકે છે.
- મોટાભાગના કપલ માતા પિતાને જાણ કર્યા વિના જ સાથે રહેવા લાગે છે જે હાનિકારક સાબિત થઈ શકે છે.
- આ પ્રકારના સંબંધોમાં જવાબદારીઓ કોઈ લેતું નથી જેના કારણે ઇનસિક્યુરિટી વધારે રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે