દિવાળી પહેલાં દિલ્લીની હવા થવા લાગી ખરાબ, બીજીતરફ યમુના નદીમાં પણ જોવા મળ્યું પ્રદૂષણ

યમુનાનો એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. જેમાં નદીમાં ફીણ જ જોવા મળી રહ્યાં છે. બરફ જેવા લાગતા ફીણ દૂર-દૂર સુધી ફેલાયા છે. બીજીતરફ દેશની રાજધાનીમાં પ્રદૂષણ પર રાજનીતિ પણ ચાલી રહી છે. 
 

 દિવાળી પહેલાં દિલ્લીની હવા થવા લાગી ખરાબ, બીજીતરફ યમુના નદીમાં પણ જોવા મળ્યું પ્રદૂષણ

નવી દિલ્લીઃ  દિવાળી પહેલાં દિલ્લીની હવા અને પાણી દેશનો સૌથી મોટો મુદ્દો બની જાય છે.. જોકે આ સમયે દિલ્લીની પરિસ્થિતિ પણ એવી થઈ જાય છે.. આજે દિલ્લીની હવામાં લોકોને શ્વાસમાં ઝેર મળી રહ્યું છે.. ઉદ્યોગ અને પ્રદૂષિત વેસ્ટ પાણીના કારણે નદીઓ પર ખતરો મંડરાયો છે.. તો બીજી તરફ આના પર રાજનીતિ હાવિ છે.. પ્રદૂષિત રાજધાનીમાં લોકો કેવી રીતે લઈ રહ્યા છે શ્વાસ.. જુઓ આ રિપોર્ટમાં.. 

દેશની રાજધાની દિલ્લીની માત્ર હવે આ ફિલ્મી ડાયલોગ જેટલી ઓળખ નથી રહી.. આ દિલ્લીની ઓળખ હવે બદલાય ચૂકી છે. જી હાં, જ્યાં ભારત દેશના 135 કરોડ દેશવાસીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે નિર્ણયો થાય છે.. જ્યાં દેશની સત્તાનું મુખ્ય સ્થાન છે. જ્યાંથી સમગ્ર દેશની બાગડોર સંભાળાય છે એ દિલ્લીની હાલત આવી છે..

પહેલી નજરે તો તમને એવું જ લાગશે કે આ કોઈ રૂની ફેક્ટરીના દ્રશ્યો હશે.. પરંતુ, ના આ કોઈ રૂની ફેક્ટરીના દ્રશ્યો નહીં પરંતુ, પ્રદૂષિત દિલ્લીની પ્રદૂષિત યમુના નદી છે..
આ દ્રશ્યો તમને ડરાવનારા છે.. 

યમુના નદીમાં આ પ્રદૂષણ માટે નિષ્ણાંતોએ મુખ્યત્વે તૂટેલી ગટર લાઈન અને ડિટર્જન્ટને જવાબદાર ગણાવ્યું છે.. દિલ્લી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ડાઈંગ ઈન્ડસ્ટ્રીઝ, ધોબી ઘાટ અને ઘરોમાં વપરાતા ડિટર્જન્ટના કારણે નદીમાં ઝેરી ફીણ ઊભું થયું છે.. જેના કારણે નદીના પાણીમાં ફોસ્ફેટની માત્રામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.. 

દિલ્હીમાં એર ક્વોલીટી દિવસેને દિવસે ગંભીર બની રહી છે.. હાલમાં દિલ્હીના લોકોને આ પ્રદૂષણમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. શુક્રવારે દિલ્લીમાં પ્રદૂષણ ભયાનક સ્તરે પહોંચી ગયું હતું.. ક્યાં કેટલો AQI નોંધાયો તેની વાત કરીએ તો ITI જહાંગીરપુરમાં 467, મુંડકામાં 445, DITમાં 386, ન્યૂ સ્વરૂપ નગરમાં 372, પ્રશાંત વિહારમાં 362, IP એક્સટેન્શનમાં 356, ઈહબાસમાં 353, આનંદ વિહારમાં 353, પૂઠ ખુર્દમાં 352 જેટલો AQI નોંધાયો હતો.. 

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આગાહી કરી છે કે શનિવાર સુધી હવાની ગુણવત્તા ખરાબ રહેશે.. આ પછી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.. તો બીજી તરફ આને લઈને રાજનીતિ ચરમ પર છે.

વિપક્ષના આરોપ અને સત્તાપક્ષના કામગીરીના દાવા વચ્ચે હકીકત એ છેકે, દિલ્લીમાં આજે શ્વાસ લેવો શક્ય નથી.. આમ આદમી પાર્ટીની સરકારે દિવાળીમાં ફટાકડા પર તો પ્રતિબંધ લગાવી દીધો પરંતુ, પ્રદૂષણને રોકવા માટે નક્કર કામગીરી શું કરશે તેનો કોઈ જવાબ નથી.. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news