ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?
સમગ્ર દુનિયા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામના કરાર (Ceasefire Deal) પર સહમતિ વ્યક્ત કરી છે. આ ડીલ બુધવારે ઈઝારાયેલના સમય મુજબ સવારે 4 વાગ્યાથી પ્રભાવી થઈ છે
Trending Photos
સમગ્ર દુનિયા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામના કરાર (Ceasefire Deal) પર સહમતિ વ્યક્ત કરી છે. આ ડીલ બુધવારે ઈઝારાયેલના સમય મુજબ સવારે 4 વાગ્યાથી પ્રભાવી થઈ છે. હિઝબુલ્લાહના નેતાઓએ પણ કરાર માટે પ્રાથમિક સમર્થનના સંકેત આપ્યા છે. જેમાં લગભગ 14 મહિનાથી ચાલી રહેલી લડાઈના અંતનો મંચ તૈયાર થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે ઈઝરાયેલ અને ઈરાન સમર્થિત સમૂહ હિઝબુલ્લાહએ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ફ્રાન્સ દ્વારા મધ્યસ્થતા માટે કરાયેલી સમજૂતિને સ્વીકારી છે. જો કે આ સમજૂતિથી ગાઝામાં હમાસ વિરુદ્ધ ચાલી રહેલા ઈઝરાયેલના યુદ્ધ પર કોઈ અસર પડશે નહીં. જેના ખતમ હોવાના કોઈ સંકેત નથી. 5 પોઈન્ટમાં સમજો આ ડીલની શરતો વિશે...
1. 60 દિવસ માટે સમજૂતિ
રિપોર્ટ્સ મુજબ સમજૂતિમાં 60 દિવસના યુદ્ધવિરામની વાત કરાઈ છે. જે હેઠળ ઈઝરાયેલીસેના પાછળ હટી જશે અને હિઝબુલ્લાહ દક્ષિણી લેબનોનથી હટી જશે. ડીલ મુજબ ઈઝરાયેલી સેનાઓ સરહદના પોતાના ભાગમાં પાછી ફરશે અને હિઝબુલ્લાહ દક્ષિણી લેબનોના મોટાભાગના હિસ્સાઓમં પોતાની સૈન્ય ઉપસ્થિતિ ખતમ કરશે.
2. ક્યારથી લાગૂ
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ સંધિ બુધવારના રોજ ઈઝરાયેલના સમય મુજબ સવારે 4 વાગ્યાથી પ્રભાવી થઈ ગઈ છે.
3. લિટાની નદીની દક્ષિણમાં તૈનાતી
સીઝફાયર ડીલમાં લિટાની નદીના દક્ષિણ ક્ષેત્રમાં હજારો લેબનોની સૈનિકો અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોની તૈનાતીની જોગવાઈ છે.
4. આંતરરાષ્ટ્રીય ગ્રુપ કરશે નિગરાણી
અમેરિકાની મધ્યસ્થતામાં એક આંતરરાષ્ટ્રીય ગ્રુપ તમામ પક્ષોનું અનુપાલનની નિગરાણી કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે આ કરારનો હેતુ શક્ષુતાને સ્થાયી રીતે ખતમ કરવાનો છે.
5. ડીલ તોડશે તો કાર્યવાહી
ઈઝરાયેલે એ વાત પર ભાર મૂક્યો છે કે જો હિઝબુલ્લાહ સંધિનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. જ્યારે લેબનોને તેનો વિરોધ કર્યો છે. રિપોર્ટ મુજબ લેબનોની અધિકારીઓએ ડીલમાં આ જોગવાઈને સામેલ કરવાનો વિરોધ કર્યો છે.
ડીલને કેવી રીતે જુએ છે અમેરિકા
અમેરિકી રાષ્ટ્રપતિ અને બ્રિટનના પ્રધાનમંત્રી બંનેએ યુદ્ધ વિરામ સંધિના વખાણ કર્યા છે. જો બાઈડેને તેને સારા સમાચાર ગણાવ્યા છે અને બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે તેના પર ભાર મૂકતા કહ્યું કે આ લાંબા સમયથી પેન્ડિંગ હતી. જો બાઈડેને કહ્યું કે, મે ઈઝરાયેલ અને લેબનોનના પ્રધાનમંત્રીઓ સાથે વાત કરી છે અને મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે તેમની સરકારોએ ઈઝાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વિનાશકારી સંધર્ષને સમાપ્ત કરવા માટે સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. સ્ટાર્મરે નિવેદનમાં કહ્યું કે, આપણે ગાઝામાં યુદ્ધવિરામ સંધિની દિશામાં તત્કાળ પ્રગતિ જોવી જોઈએ. તમામ બંધકોનો છૂટકારો અને અત્યંત જરૂરી માનવીય મદદ પરથી પ્રતિબંધ હટાવવો જોઈએ.
શું કહ્યું હિઝબુલ્લાહે
ટીઓઆઈના રિપોર્ટ મુજબ હિઝબુલ્લાહના એક નેતાએ કહ્યું કે આ સંધિ માટે સમૂહનું સમર્થન એ વાત પર નિર્ભર કરે છે કે ઈઝરાયેલ પોતાના હુમલા ફરીથી શરૂ નહીં કરે. હિઝબુલ્લાહના રાજનીતિક પરિષદના ઉપાધ્યક્ષ મહેમૂદ કામાતીએ અલ ઝઝીરાને કહ્યું કે, સંધિની સમીક્ષા કર્યા બાદ અમે જોઈશું કે અમે જે કહ્યું અને લેબનોની અધિકારીઓ દ્વારા જેના પર સહમતિ બની તેમાં કોઈ મેળ છે કે નહીં. અમે નિશ્ચિત રીતે આક્રમણનો અંત ઈચ્છીએ છીએ. પરંતુ લેબનોન રાજ્યની સંપ્રભુતાની કિંમત પર નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે