મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો

ગુજરાતના આ શહેરની તો હવે જાણે સૂરત જ બદલાઈ જશે. દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર આ શહેરમાં બનવાનું છે. આ માટે ઓક્ટોબર 2024માં Nvidia AI સમિટ 2024માં રિલાયન્સ અને અમેરિકી કંપની Nvidia એ ભારતમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 

મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાની તૈયારીમાં છે. બ્લુમબર્ગના એક રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. કંપનીની આ પહેલ ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના પરિદ્રષ્યમાં રિલાયન્સની એન્ટ્રીની દિશામાં એક વધુ પગલું છે. રિપોર્ટ મુજબ અંબાણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીમાં અગ્રણી ગ્લોબલ કંપનીઓમાંથી એક એવી NVIDIA પાસેથી એઆઈ સેમી કન્ડક્ટર ખરીદી રહ્યા છે. 

ભારતમાં સારું ડિજિટલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
રિપોર્ટ મુજબ ગત વર્ષ ઓક્ટોબરમાં Nvidia AI સમિટ 2024માં રિલાયન્સ અને અમેરિકન કંપની Nvidia એ ભારતમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે એક જોઈન્ટ વેન્ચરની જાહેરાત કરી હતી. સમિટમાં અમેરિકી કંપનીએ કહ્યું હતું કે તેઓ રિલાયન્સ દ્વારા બનાવાઈ રહેલા એક ગીગાવોટ ડેટા સેન્ટર માટે પોતાના બ્લેકવેલ એઆઈ પ્રોસેસરને સપ્લાય કરશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આપણે વાસ્તવમાં તમામ લોકો માટે સમૃદ્ધિ લાવવા અને દુનિયામાં સમાનતા લાવવા માટે ગુપ્ત માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. અમેરિકા અને ચીન ઉપરાંત ભારતમાં સૌથી સારું ડિજિટલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. 

ભારતમાં એઆઈ સુપરકોમ્પ્યુટર
આ અગાઉ સપ્ટેમ્બર 2024માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને NVIDIA એ ભારતમાં એઆઈ સુપરકોમ્પ્યુટર ડેવલપ કરવાના અને દેશની વિવિધ ભાષાઓ પર તાલિમબદ્ધ મોટા ભાષા મોડલ બનાવવા માટે પાર્ટનરશીપની જાહેરાત કરી. ત્યારબાદ NVIDIA એ ટાટા સમૂહ રાશે પણ આ પ્રકારની પાર્ટનરશીપ કરી. તે ભારતની એઆઈ મહત્વકાંક્ષાઓનું સમર્થન કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે. 

રિલાયન્સ પોતાને એક ડીપ ટેક કંપનીમાં ઢાળી રહી છે
ગત વર્ષ મુકેશ અંબાણીએ આરઆઈએલની 47મી એજીએમમાં કહ્યું હતું કે રિલાયન્સ પોતાને એક ડીપ ટેક કંપનીમાં ફેરવી રહી છે. તેમણે એઆઈને માનવજાતિના વિકાસમાં એક પરિવર્તનકારી ઘટના ગણવ્યું હતું. જે માનવજાતિ સામે આવનારી જટિલ સમસ્યાઓને હલ કરવાના રસ્તા ખોલી રહ્યું છે. અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સનું જે ટેક્નોલોજી સંચાલિત પરિવર્તન ચાલી રહ્યું છે તે કંપનીને હાઈપર ગ્રોથની એક નવી કક્ષામાં લઈ જશે અને આવનારા વર્ષોમાં તેનું મૂલ્ય અનેકગણું વધી જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news