ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!

ICC Men’s ODI Team Of The Year 2024: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેન્સ ODI ટીમ ઓફ ધ યર 2024ની જાહેરાત કરી છે. આ ટીમમાં ટીમ ઈન્ડિયાનો કોઈ ખેલાડી પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો નથી. આ સિવાય ટીમની કમાન શ્રીલંકાના ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે.

ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!

ICC Men’s ODI Team Of The Year 2024: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેન્સ ODI ટીમ ઓફ ધ યર 2024ની જાહેરાત કરી છે. આ ટીમમાં ટીમ ઈન્ડિયાનો કોઈ ખેલાડી પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો નથી. આ સિવાય ટીમની કમાન શ્રીલંકાના ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે. આ ટીમમાં સૌથી વધુ ત્રણ દેશોના મહત્તમ ખેલાડીઓએ પોતાની જગ્યા બનાવી છે.

આ ટીમોના ખેલાડીઓને મળ્યું સ્થાન
મેન્સ વનડે ટીમ ઓફ ધ યર 2024માં અફઘાનિસ્તાનના 3, પાકિસ્તાનના 3, શ્રીલંકાના 4 અને વેસ્ટ ઈન્ડિઝના એક ખેલાડીને સ્થાન મળ્યું છે. શ્રીલંકાના ચરિથ અસલંકા, કુસલ મેન્ડિસ, પથુમ નિસંકા અને વાનિન્દુ હસરગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન તરફથી સામ અયુબ, શાહીન આફ્રિદી અને હારિસ રઉફને તક મળી છે. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ, અઝમતુલ્લા ઉમરઝાઈ અને ગઝનફરને સ્થાન મળ્યું છે. વેસ્ટ ઈન્ડિઝના શેરફેન રધરફોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટીમોના ખેલાડીઓને નથી મળ્યું સ્થાન 
ICCની મેન્સ વનડે ટીમ ઓફ ધ યર 2024માં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવી ટીમોના કોઈપણ ખેલાડીને ચાન્સ મળ્યો નથી. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024માં માત્ર એક જ ODI સિરીઝ રમી હતી. ભારતે આ સિરીઝ શ્રીલંકા સામે રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

— ICC (@ICC) January 24, 2025

ICC મેન્સ વનડે ટીમ ઓફ ધ યર 2024
ચરિથ અસલંકા (કેપ્ટન), કુશલ મેન્ડિસ, પથુમ નિસંકા, વાનિન્દુ હસરગા, સેમ અયુબ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, રહેમાનુલ્લા ગુરબાઝ, અઝમતુલ્લા ઉમરઝાઈ, ગઝનફર, શેરફેન રધરફોર્ડ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news