દુષ્કર્મ બાદ છોકરીએ પોતે જ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા પથ્થર અને સર્જિકલ બ્લેડ? ચોંકાવનારી વિગતો

મુંબઈમાં નોંધાયેલો એક ર ેપ કેસમાં એવી એવી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે કે પોલીસ પણ હવે તો માથું પકડીને વિચારમાં સરી પડી છે કે આ આખરે શું થઈ રહ્યું છે. 

દુષ્કર્મ બાદ છોકરીએ પોતે જ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા પથ્થર અને સર્જિકલ બ્લેડ? ચોંકાવનારી વિગતો

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 20 વર્ષની છોકરી સાથે રેપનો કેસ સામે આવ્યો છે. આ યુવતી મંગળવારે રાતે રેલવે સ્ટેશન પર મળી હતી. જ્યારે છોકરીની તબીબી તપાસ થઈ તો ડરામણી વાતો સામે આવી. છોકરીના પ્રાઈવેટ પાર્ટમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા પથ્થર અને સર્જિકલ બ્લેડ મળી આવ્યા હતા. જેનાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. હવે જ્યારે પોલીસે રેપના આરોપી ઓટો રિક્ષા ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો અને પૂછપરછ  કરી ત્યારે જે વાતો સામે આવી છે તે અત્યંત ચોંકાવારી છે. પોલીસ પણ આ જાણીને વિચારમાં પડી ગઈ છે. 

આખી રાત રિક્ષા ડ્રાઈવર સાથે ફરતી રહી છોકરી
જ્યારે પોલીસે ઓટો રિક્ષા ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો અલગ જ વાત સામે આવી. પોલીસના જણાવ્યાં મુજબ યુવતી અને ઓટો રિક્ષા ડ્રાઈવરએક સાથે અર્નાલા બીચ પર ગયા હતા. જે છોકરીના ઘરેથી લગભગ 12 કિલોમીટર દૂર છે. તેમણે ત્યાં રાત વીતાવવાની યોજના બનાવી હતી પરંતુ તેમની પાસે કોઈ કાયદેસર ઓળખપત્ર ન હોવાના કારણે તેઓ કોઈ હોટલમાં રૂમ લઈ શક્યા નહીં. ત્યાર બાદ તેમમે સમુદ્ર કિનારે રાત વિતાવી. પોલીસનું માનવું છે કે એ દરમિયાન ઓટો ડ્રાઈવરે છોકરીનું શારીરિક શોષણ કર્યું હોવું જોઈએ. 

વજાઈનામાં પોતે નાખ્યા બ્લેડ અને પથ્થર?
આ કહાનીમાં ચોંકાવનારો વળાંક ત્યાં આવે છે કે પોલીસનું માનવું છે કે યુવતીએ પોતે જ પોતાના શરીરમાં સર્જિકલ બ્લેડ અને પથ્થર નાખ્યા હતા. રેપ બાદ તેણે તેના માતા પિતાની ફટકાર અને પિટાઈથી બચવા માટે પ્રાઈવેટ પાર્ટમાં પથ્થર અને બ્લેડ ઘૂસાડી દીધા હોવા જોઈએ. જ્યારે તેને ખુબ દુખાવો થયો અને ખુબ  બ્લિડિંગ થયું તો તેણે પોલીસનો સંપર્ક કર્યો અને ત્યારબાદ પોલીસે કેસ દાખલ કર્યો. 

માનસિક સ્થિતિ ઠીક નથી
સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે યુવતી તેના પરિવાર સાથે મુંબઈના પરા વિસ્તાર નાલા સોપારામાં રહે છે. તે રાત બહાર વિતાવવા અને રેપ થયા બાદ એટલી  ડરી ગઈ કે ઘરે પાછી ફરવા માંગતી નહતી. ત્યારબાદ તેણે એક સર્જિકલ ચાકૂ ખરીદ્યું અને તેને પોતાના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધું. પહેલા તો યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે અનાથ છે અને કાકાની સાથે વારાણસીમાં રહેતી હતી. તે સમયે તેઓ મુંબઈ આવ્યા હતા. જ્યારે છોકરીના પિતાએ કહ્યું કે આ અગાઉ તેઓ તેમની પુત્રી સાથે રેપના 2 કેસ નિર્મલ નગર  અને શિવાજી નગરમાં નોંધાવી ચૂક્યા છે. પોલીસને લાગે છે કે છોકરીની માનસિક સ્થિતિ ઠીક નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news