ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? તેની પાછળનું કારણ જાણી દંગ રહી જશો

ICC એ વર્ષ 2024 માટે ODI ક્રિકેટ ટીમ ઓફ ધ યર જાહેર કરી જેમાં ચોંકાવનારા નામો સામે આવતા ખળભળાટ મચી ગયો. કારણ કે ટીમ ઈન્ડિયા સહિત ધૂરંધર ટીમોના કોઈ ખેલાડીના નામ જ નહતા. હવે કારણ પણ જાણો. 

ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? તેની પાછળનું કારણ જાણી દંગ રહી જશો

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એવોર્ડ્સ 2024 ના એલાન પહેલા આઈસીસીએ વર્ષ 2024ની બેસ્ટ વનડે ઈન્ટરનેશનલ ટીમની જાહેરાત કરી. 2024માં વનડે ક્રિકેટમાં પ્રદર્શનના આધાર પર વર્ષની બેસ્ટ ટીમ પસંદ કરાય છે. આ વખતે ચૂંટાયેલી ટીમમાં શ્રીલંકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્રિકેટરોની બોલબાલા જોવા મળી. જ્યારે ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ જેવી ધૂરંધર ટીમોમાંથી એક પણ ખેલાડી આ ટીમમાં જગ્યા મેળવી શક્યો નહીં. સ્વાભાવિક રીતે ક્રિકેટ ફેન્સના મનમાં એ સવાલ ઘૂમરાયા કરે કે આખરે કેમ આ ટીમમાં કોઈ દિગ્ગજ ટીમના ખેલાડી નથી?

અત્રે જણાવવાનું કે વર્ષ 2024માં ટી20 વર્લ્ડ કપ રમાયો હતો. જેના કારણે વધુ વનડે ઈન્ટરનેશનલ મેચો રમાઈ નહતી. ભારતની વાત કરીએ તો રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2024માં માત્ર એક જ વનડે ઈન્ટરનેશનલ સિરીઝ રમી હતી જેમાં પણ શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

આઈસીસી વનડે ટીમ ઓફ ધ યર
સેમ અયુબ (પાકિસ્તાન), રહમાનુલ્લાહ ગુરબાઝ (અફઘાનિસ્તાન), પથુમ નિસાંકા (શ્રીલંકા), કુસલ મેન્ડિસ (શ્રીલંકા), ચરિત અસલંકા (શ્રીલંકા), શેરફને રધરફોર્ડ (વેસ્ટઈન્ડિઝ), અજમતુલ્લાહ ઓમરઝઈ (અફઘાનિસ્તાન), વાનિન્દુ હસરંગા (શ્રીલંકા), શાહીન શાહ આફ્રીદી (પાકિસ્તાન), હારિસ રઉફ (પાકિસ્તાન), એએમ ગઝનફર (અફઘાનિસ્તાન)

— ICC (@ICC) January 24, 2025

શ્રીલંકાના ચાર ખેલાડી, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 3-3 ખેલાડી અને એક ખેલાડી વેસ્ટ ઈન્ડિઝનો એક 11ની આ ટીમમાં પસંદગી થઈ. ટીમની કમાન ચરિત અસલંકાના હાથમાં  આપવામાં આવી છે. આઈસીસી વનડે ટીમ ઓફ ધ યરમાં આ અગાઉ ભારતનો દબદબો જોવા મળતો હતો પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા આખા વર્ષમાં ફક્ત 3 વનડે મેચ રમી. 

આઈસીસી આ રીતે ટેસ્ટ ટીમ ઓફ ધ યર અને ટી20 ટીમ ઓફ ધ યર પણ પસંદ કરે છે. જેમાં ભારતીય ખેલાડીઓ હોવાની આશા રાખવામાં આવી છે. આઈસીસી વનડે ટીમ ઓફ ધ યરની સાથે જ આઈસીસી એવોર્ડ્સની જાહેરાત પણ થવા લાગી છે. 24-25 જાન્યુઆરીએ આઈસીસી ટીમ ઓફ ધ યર, આઈસીસી વનડે, ટેસ્ટ, ટી20 ટીમ ઓફ યરની પણ જાહેરાત થવાની છે. વ્યક્તિગત કેટેગરીના એવોર્ડ્સની જાહેરાત 25 જાન્યુઆરીએ શરૂ થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news