Ind vs Pak : ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ, જાણો કેટલો છે ભાવ ?

Ind vs Pak : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈવોલ્ટેજ મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. બંને ટીમો આ મેચ માટે તૈયાર છે. આ મેચ પહેલા સટ્ટાબાજીનું બજાર પણ ગરમ છે અને લોકો પોતાની ફેવરિટ ટીમ પર સટ્ટો લગાવી રહ્યા છે.

Ind vs Pak : ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ, જાણો કેટલો છે ભાવ ?

Ind vs Pak : આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. આ મેચને લઈને એક દિવસ પહેલા સટ્ટા બજાર ગરમ છે. સટ્ટા બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય ટીમ સટ્ટાબાજીના બજારમાં ફેવરિટ ચાલી રહી છે. 41-42નો ભાવ મળી રહ્યો છે. એટલું જ નહીં લાંબી ઇનિંગ્સના સ્કોર પર પણ ભારત મજબૂત દેખાઈ રહ્યું છે.

ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ

41-42નો ભાવે એટલે કે, જો કોઈ ભારતની જીત પર 10 હજાર રૂપિયાનો દાવ લગાવે અને ભારત જીતે તો તેને માત્ર 4100 રૂપિયા જ મળશે. જ્યારે ભારત હારી જાય તો તેને 10,000 રૂપિયા ચૂકવવા પડશે. જો કોઈ પાકિસ્તાનની જીત પર 4200 રૂપિયાનો દાવ લગાવે છે અને પાકિસ્તાન જીતે છે તો તેને 10 હજાર રૂપિયા મળશે. જો પાકિસ્તાન હારશે તો તેણે માત્ર 4200 રૂપિયા ચૂકવવા પડશે. આવું એટલા માટે છે કારણ કે સટ્ટાબાજીના બજારમાં જે ટીમ ફેવરિટ છે એટલે કે જેની જીતવાની વધુ શક્યતા હોય છે તેના પર ઓછા પૈસા મળે છે. જ્યારે અન્ય ટીમો પર વધુ પૈસા મળે છે.

બુકીઓની ભાષામાં લાંબી ઇનિંગ્સનો અર્થ થાય છે પ્રથમ ઇનિંગ્સનો કુલ સ્કોર. જો ભારત પ્રથમ રમે છે તો સટ્ટાબાજીના બજારમાં 303/307ના સ્કોર પર સટ્ટો રમાય છે. તેનો અર્થ એ છે કે શરત લગાવનાર 303 સ્કોર ના થાય તેના પર દાવ લગાવે છે. જો ભારત 302 કે તેથી ઓછા સ્કોર કરે છે તો શરત લગાવનાર જીતશે. જો ભારતે 303 કે તેથી વધુ રન બનાવ્યા તો બુકીની જીત થાય.

તેવી જ રીતે જો શરત લગાવનાર 307ના સ્કોર પર શરત લગાવે છે અને ભારતનો સ્કોર 307 કે તેથી વધુ છે તો શરત લગાવનાર જીતશે. જો ભારત 306 કે તેનાથી ઓછા સ્કોર કરશે તો બુકીઓ જીતશે. અહીં કોઈ લાગણી હોતી નથી. જે વ્યક્તિ દાવ લગાવે છે તે સમાન રકમ જીતશે અથવા ગુમાવશે. તેવી જ રીતે પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરે તો 272/276ના સ્કોર પર સટ્ટો રમાઈ રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news