હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAPના મંત્રી, હવે જાગી પંજાબ સરકાર 

પંજાબની ભગવંત માનની સરકાર હાલ બેકફૂટ પર આવી ગઈ છે. આરોપ લાગ્યો છે કે આ મામલો પંજાબ સરકારની કાર્યપ્રણાલી પર એક મોટો સવાલ જરૂર ઊભો કરી રહ્યો છે કે આખરે આટલી મોટી ભૂલ 20 મહિના સુધી સરકારની નજરથી કેવી રીતે બચી રહી?

હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAPના મંત્રી, હવે જાગી પંજાબ સરકાર 

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પોતાના એક મંત્રાલયના કારણે ઘેરાઈ છે અને તેની કાર્યશૈલી પર મોટો સવાલ ઊભો થયો છે. રાજ્યના મંત્રી કુલદીપ સિંહ ઘાલીવાલ છેલ્લા 20 મહિનાથી એવા એક વિભાગને ચલાવી રહ્યા હતા જે સરકારી દસ્તાવેજો પર હાજર જ નહતો. આ ખુલાસા બાદ પંજાબ સરકારે હવે વિભાગ સંલગ્ન નોટિફિકેશન બહાર પાડીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિપક્ષી દળોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ અને શિરોમણી અકાલી દળે આ મુદ્દે આમ આદમી પાર્ટીની સરકારને ઘેરી છે. 

20 મહિના બાદ સરકારે ધ્યાનમાં આવ્યું
વાત જાણે એમ છે કે પંજાબ સરકાર તરફથી એક ગેઝેટ નોટિફિકેશનમાં એ સ્પષ્ટ કરાયું કે પ્રશાસનિક સુધાર વિભાગ(Department of Administrative Reforms) જે ધાલીવાલને સોંપાયું હતું તે અસ્તિત્વમાં નથી. નોટિફિકેશનમાં કહેવાયું કે હવે ધાલીવાલ ફક્ત એનઆરઆઈ મામલાઓના મંત્રી(NRI Affairs Minister) તરીકે કામ કરશે. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ધાલીવાલ એનઆરઆઈ મામલાઓના મંત્રી તરીકે અમૃતસરમાં અમેરિકાથી પાછા ફરેલા ગેરકાયદે પ્રવાસીઓના મુદ્દાને સંભાળતા જોવા મળ્યા. 

વિપક્ષે સાધ્યું નિશાન
ભાજપે આ ખુલાસા પર તીખી પ્રતિક્રિયા આપી છે, ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે વિચારો, 20 મહિના સુધી મુખ્યમંત્રીને એ સુદ્ધા ખબર નહતી કે તેમના મંત્રી એક એવો વિભાગ ચલાવી રહ્યા છે જે અસ્તિત્વમાં જ નથી. આ પંજાબ સરકારની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલ ઊભા કરે છે. જ્યારે ભાજપના આઈટી વિભાગ પ્રમુખ અમિત માલવીયએ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આ સરકાર ફક્ત દેખાડા અને પ્રચારમાં વ્યસ્ત છે. પંજાબની સ્થિતિ ખુબ ખરાબ થઈ  ગઈ છે. 

અકાલી દળે પણ લીધા આડે હાથ
શિરોમણી અકાલી દળના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે પણ આપ સરકાર  પર નિશાન સાધતા કહ્યું કે આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે પંજાબના મંત્રીઓની કોઈ ભૂમિકા જ નથી. અસલમાં સરકાર દિલ્હીથી રિમોટ કંટ્રોલ પર ચાલી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે આપ સરકારની અસલિયત હવે જનતા સામે આવી રહી છે અને આ ફક્ત એક ઉદાહરણ છે કે કઈ રીતે રાજ્ય પ્રશાસનની મજાક બની રહી છે. 

રિપોર્ટ્સ મુજબ કુલદીપ સિંહ ધાલીવાલને પહેલા કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ (Agriculture and Farmers Welfare) સોંપવામાં આવ્યો હતો. પરંતુ મે 2023માં થયેલી કેબિનેટ ફેરબદલીમાં તેમની પાસેથી આ જવાબદારી પાછી લઈ લેવાઈ. ત્યારબાદ તેમને એનઆઈરઆઈ મામલા અને પ્રશાસનિક સુધાર વિભાગનો કાર્યભાર સોંપાયો હતો. સપ્ટેમ્બર 2024માં થયેલી કેબિનેટ ફેરબદલી વખતે પણ તેઓ આ વિભાગના મંત્રી જળવાઈ રહ્યા. પરંતુ હવે સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે પ્રશાસનિક સુધાર વિભાગ અસલમાં ક્યારેય અસ્તિવત્વમાં હતો જ નહીં. 

મંત્રીએ પહેલા જ માંગ્યુ હતું સ્પષ્ટીકરણ?
એક મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે ધાલીવાલને પ્રશાસનિક સુધાર વિભાગ સોંપવામાં આ્યો હતો ત્યારે તેમણે સરકારને પૂછ્યું હતું કે તેમના વિભાગના સચિવ કોણ છે. ત્યારે તેમને જણાવ્યું હતું કે આ વિભાગ અસલમાં શાસન સુધાર (Governance Reforms)નો જ ભાગ છે. હવે સરકાર તરફથી નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટ કરાયું છે કે આ વિભાગ સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં નથી. જેથી કરીને હવે ભ્રમની સ્થિતિ ખતમ થઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news