100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
દરેક વ્યક્તિ સ્વસ્થ અને લાંબુ જીવન જીવવા માંગે છે. પરંતુ આપણે જે પ્રકારનું જીવનશૈલી અનુસરીએ છીએ તેમાં આ મુશ્કેલ છે. સ્વસ્થ રહેવા અને લાંબુ જીવવા માટે આપણે જાપાનીઓ પાસેથી શીખવું જોઈએ.
Trending Photos
Japanese Technique: જાપાન દુનિયાના તે દેશોમાંથી એક છે, જ્યાં પર સૌથી મોટી ઉંમરના લોકો સ્વસ્થ જીવન જીવી મૃત્યુ પામે છે. ત્યાં લોકોનું આયુષ્ય 100 કે તેનાથી વધુ વર્,નું હોય છે. તેમની અદ્ભુત જીવનશૈલી આ સ્વસ્થ અને લાંબા જીવન પાછળનું કારણ છે. તેમના દ્વારા શોધાયેલ જાપાનીઝ રેસીપી એટલી અસરકારક છે કે તેને અનુસરીને કોઈપણ વ્યક્તિ તેના જીવનના ઘણા વર્ષો સ્વસ્થ અને સક્રિય રીતે પસાર કરી શકે છે. જો તમે પણ લાંબુ અને સ્વસ્થ જીવન ઈચ્છતા હોવ તો આ જાપાની ઉપાયને અવશ્ય અપનાવો.
જાણો શું છે જાપાની નુસ્ખા
1. સંતુલિત આહાર
જે લોકો સંતુલિક આહાર લે છે, જેમાં માછલી, શાકભાજી, ફળ અને આખા અનાજ સામેલ હોય છે. તે ઓછી માત્રામાં પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડનું સેવન કરે છે. જાપાનના લોકો ભોજન માટે નાની પ્લેટનો ઉપયોગ કરે છે, જેનાથી તે ઓછી કેલેરીનું સેવન કરે છે.
2. એક્ટિવ લાઇફસ્ટાઇલ
જાપાની લોકો નિયમિત રૂપથી વ્યાયામ કરે છે, જેમાં ચાલવું, સાઇકલ ચલાવવી અને યોગ, જાપાનના લોકો પગે ચાલવાને ખુબ મહત્વ આપે છે. તમે પણ જાપાનીઓની જેમ તમારા શરીરને એક્ટિવ રાખવા માટે વોક અને સામાન્ય કસરતનો સહારો લઈ શકો છો.
3. તણાવ ઓછો લેવો
તણાવ જીવનનો ભાગ છે. તે જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે આવી જાય છે. પરંતુ જાપાની લોકો તણાવને કંટ્રોલ કરવા માટે ઘણી તકનીકનો ઉપયોગ કરે છે, જેમ કે ધ્યાન અને યોગ. જાપાનના લોકો શાંત અને સંયમિત સ્વભાવના હોય છે.
4. સંબંધોને મહત્વ આપવું
જાપાની લોકો મજબૂત સામાજિક સંબંધોને મહત્વ આપે છે. જાપાનના લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરે છે. તેનાથી તેનો તણાવ અને ચિંતા દૂર રહે છે. તે બધા સાથે મળી ક્વોલિટી સમય પસાર કરવામાં વધુ વિશ્વાસ રાખે છે.
5. ગ્રીન ટીનો ઉપયોગ
દૂધની ચા પીવાની જગ્યાએ જાપાની લોકો ગ્રીન ટીનું સેવન કરે છે. ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ હોય છે, જે શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. ગ્રીન ટીના સેવનથી તેની સ્કિન વધુ ગ્લો કરે છે.
6. ઇકગાઈ
ઇકગાઈ એક જાપાની અવધારણા છે જેનો અર્થ છે 'જીવનનો ઉદ્દેશ્ય'. જાપાની લોકો ઇકગાઈને શોધવા અને તેને પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તેનાથી તેનું જીવન અર્થપૂર્ણ રહે છે.
નોટઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. તેને માત્ર સૂચન તરીકે લો. કોઈપણ જાણકારી પર અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે