સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
Drunstick Farming : વડોદરાના પાદરા તાલુકામાં સરગવાની ખેતી કરીને ખેડૂતો બન્યા માલામાલ,,, રોજ 50 ટન સરગવો મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં થાય છે એક્સપોર્ટ,,, પ્રતિ મણ સરગવાનો ભાવ 5 હજાર રૂપિયા મળતાં ખેડૂતો ખુશખુશાલ
Trending Photos
Agriculture News : વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો સગરવાની ખેતીની રાજધાની બન્યો છે. દેશ અને વિદેશમાં સરગવાની સિંગનું અહીંથી ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં સરગવાની માંગ વધી છે. સરગવો એ હેલ્ધી શાક ગણાય છે. એકલા પાદરાથી 50 ટન ઉપરાંત સરગવો ગુજરાતના અલગ અલગ રાજ્યોમાં પહોંચે છે. 20 કિલો સરગવાનો ભાવ 5000 રૂપિયા જેટલો બોલાયો છે. માત્ર ગુજરાત અને ભારત નહિ, વિદેશમાં પણ સરગવાની માંગ વધી છે. માંગ વધતા ગત વર્ષ કરતા હાલના વર્ષે ભાવ વધતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યો છે.
સરગવાની ખેતી કરતો પ્રથમ જિલ્લો
વડોદરા જિલ્લાનું પાદરા તાલુકો સરગવાની ખેતી કરતો પ્રથમ તાલુકો બન્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી પાદરા તાલુકાના ડભાસા લુણા સહિતના ગામોમાં સરગવાની ખેતી કરવામાં આવે છે, જે સરગવાનો પાક દેશના અનેક રાજ્યોમાં મોકલવામાં આવે છે. દેશ અને વિદેશમાં પણ પાદરા તાલુકાના ખેતી વખણાય છે. ત્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં પણ સરગવો તેણી માંગ વધી છે. પાદરાથી દરરોજ 50 ટન ઉપરાંત સરગવો બહારના રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર કલકત્તા તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં જાય છે. અનેક રાજ્યો પાદરાથી સરગવાની ખરીદી કરે છે.
આ વર્ષે સરગવાની માંગ વધી
સરગવાની ખેતી કરનાર હેતલબેન પટેલ કહે છે કે, આ વર્ષે સરગવાની માંગ દર વર્ષ કરતા વધી છે. તેથી જ સરગવાના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પાદરાના લુના ગામે ખેતી કરતા ખેડૂતો પણ હાલના વર્ષે ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને સારી આવક મળી રહી છે.
ગુણોનો ભંડાર છે સરગવો
આમ તો સરગવો અનેક પ્રકારના રોગ સામે રક્ષણ આપે છે. પોષક તત્વોથી ભરપૂર સરગવાની સિંગ ગુણોનો ભંડાર છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં કેટલીય મોટી બીમારીઓને અસરકારક સાબિત થાય છે. ખાસ કરીને હાડકા સાથે જોડાયેલ સમસ્યામાં સરગવાની સિંગ ખૂબ જ લાભદાયી હોય છે. અર્થરાઈટિસ, કિડની સ્ટોનમાં પણ સરગવાની સિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. સરગવાની સિંગમાં રહેલા ચમત્કારિક ગુણોના કારણ તેને નિયમિત રીતે ખાવાની સલાહ આપે છે. સ્કિન અને વાળ માટે સરગવાની સિંગનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.
પાદરા તાલુકામાં કરવામાં આવતી આ ખેતી કરોડો રૂપિયાનો વેપારી ખેડૂતો કરતા હોય છે ત્યારે હાલના વર્ષે સરગવાનો ભાવ પ્રતિ 20 કિલોએ 5000 થી શરૂ થયો હતો અને હાલ પણ ઉંચા ભાવે વેચાઈ રહ્યો છે. માત્ર શાક જ નહિ, સરગવાના બીજને પણ અમેરિકાથી મંગાવવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે