ગુજરાતની દીકરીઓ માટે સરકારની આ બે યોજના છે સુપરહીટ; ભણવા માટે આપે છે 50000 રૂપિયા

Gujarat Govt: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે બે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને દીકરીઓને સમર્પિત છે. 1650 કરોડના ખર્ચની આ યોજનાઓમાં પ્રથમ Namo Laxmi અને બીજી Namo Saraswati  છે.

1/7
image

Bhupendra Patel: ગુજરાત સરકારે બે યોજનાઓ જાહેર કરી છે. આ બંને યોજનાઓ દીકરીઓના શિક્ષણ સાથે સંબંધિત છે અને તેમને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. તેમાંથી પ્રથમ યોજના 'નમો લક્ષ્મી યોજના' અને બીજી 'નમો સરસ્વતી યોજના' છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાઓ શરૂ કરાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું લોકાર્પણ

2/7
image

ગુજરાત સરકારે દીકરીઓને અભ્યાસમાં મદદરૂપ થાય તે હેતુથી બે યોજનાઓ શરૂ કરાવી છે. હવે મુખ્યમંત્રી (ગુજરાત સીએમ) ભૂપેન્દ્ર પટેલે આ બંનેને યોજનાઓને લોન્ચ કરીને દીકરીઓને અભ્યાસમાં મોટી મદદ કરી છે. આ બન્ને યોજના ગુજરાતની કન્યાઓને જ્ઞાન મેળવવા, માધ્યમિક શિક્ષણ મેળવવા અને પોષણ સાથે કન્યાઓને સશકિત કરવા પ્રેરિત કરવાની તક પુરી પાડે છે. 

3/7
image

વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ડબલ એન્જિનની સરકારે એવું વર્ક કલ્ચર બનાવ્યું છે કે તે યોજનાઓની જાહેરાત થતાં જ તેનો અમલ કરાવી દીધો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં સૌના પ્રયાસોથી આઝાદીનો અમર યુગ ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે સુવર્ણ યુગ બની રહેશે.

આ રીતે કામ કરશે Namo Laxmi Scheme

4/7
image

સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે શરૂ કરાયેલી આ બે યોજનાઓ પર 1650 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમાંથી પ્રથમ નમો લક્ષ્મી યોજના વિશે માહિતી આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના કન્યાઓને પોષણ આપવાની સાથે સાથે ધોરણ 9 થી 12 સુધીની ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતી છોકરીઓ માટે મદદરૂપ થશે. 

5/7
image

આ યોજનામાં 10 મહિના માટે 500-500 રૂપિયા માસિક આપવામાં આવશે, બાકીના 10,000 રૂપિયા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આપવામાં આવશે. 11મા અને 12મા ધોરણમાં તમને 10 મહિના માટે દર મહિને 750-750 રૂપિયા મળશે, બાકીના 15000 રૂપિયા 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે.

Namo Saraswati યોજના શું છે?

6/7
image

સરકારની આગામી યોજના નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના (Namo Saraswati Vidhya Sadhna Yojna) છે. આ અંગે અમે તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય રાજ્યના પુત્ર-પુત્રીઓ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરી સાયન્સ ફેકલ્ટીમાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરવાનો છે. 

7/7
image

આ યોજનામાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 10 મહિના માટે 1000 રૂપિયા, કુલ 20 હજાર રૂપિયા આપવામાં આવશે. આ બંને યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વધુને વધુ છોકરીઓએ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે. ગરીબ અને મધ્યમ વર્ગની છોકરીઓએ શાળા છોડવી ન જોઈએ.