ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં મળશે 365 દિવસની વેલિડિટી, 600GB ડેટા
સરકારી કંપની BSNL એ પોતાના ગ્રાહકો માટે એક નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. લગભગ પાંચ રૂપિયાના ખર્ચમાં આ પ્લાન યુઝર્સને એક વર્ષની વેલિડિટી અને ડેટા જેવો બેનિફિટ્સ આપી રહી છે.
Trending Photos
દેશની એકમાત્ર સરકારી ટેલીકોમ કંપની પોતાના યૂઝર્સ માટે ઘણા શાનદાર રિચાર્જ ઓફર કરે છે. સસ્તા ભાવમાં આ પ્લાન્સ યુઝર્સને લાંબી વેલિડિટી, ડેટા અને કોલિંગ સહિત અન્ય બેનિફિટ્સ મળે છે. હવે કંપની વધુ એક રિચાર્જ પ્લાન લાવી છે, જેમાં એક વર્ષની વેલિડિટી સાથે ડેટા અને કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. આવો આ રિચાર્જ વિશે જાણીએ.
BSNL નો 1,999 રૂપિયાનો પ્લાન
BSNL ના આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે યુઝર્સે વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર રહેતી નથી. આ સાથે પ્લાનમાં 600GB ડેટા અને ફ્રી કોલિંગની ઓફર આપવામાં આવી રહી છે. યુઝર્સ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો લઈ શકે છે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યાં છે.
આ લોકો માટે કામનો છે પ્લાન
આ પ્લાન તે લોકો માટે કામનો છે, જેને લાંબી વેલિડિટી સાથે ડેટા અને કોલિંગની જરૂર પડે છે. આ પ્લાન રિચાર્જ સમાપ્ત થયા બાદ સિમના ડિએક્ટિવેટ થવાની ચિંતા પણ દૂર કરે છે. એક વખત રિચાર્જ કરાવ્યા બાદ 365 દિવસ માટે રિચાર્જની ચિંતા રહેતી નથી. આ પ્લાનનો દરરોજનો ખર્ચ માત્ર 5 રૂપિયા પડે છે. તેમાં કંપની ડેટા, કોલિંગ, અને એસએમએસની સુવિધા આપી રહી છે.
જિયો અને એરટેલના મુકાબલે ઓછી છે કિંમત
BSNL ના આ પ્લાનની કિંમત એરટેલ અને જિયોના વાર્ષિક રિચાર્જથી ખુબ ઓછી છે. જિયોના 365 દિવસની વેલિડિટીવાળા પ્લાનની કિંમત 3599 રૂપિયા છે. તેમાં દરરોજ 2.5GB ડેટા, દરરોજ 100 એસએમએસ, ફ્રી કોલિંગ અને બીજા લાભ મળે છે. જો એરટેલની વાત કરીએ તો કંપની 3599 અને 3999 રૂપિયાના બે પ્લાન ઓફર કરે છે. તેમાં ક્રમશઃ દરરોજ 2GB અને 2.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે કોલિંગ અને એસએમએસનો લાભ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે