પ્રેમનું પાનેતર: 511 દીકરીઓને શાહી ઠાઠ-માઠથી સાસરે વળાવશે પાટીદારો! જાણો કેવી કરાઈ છે વ્યવસ્થા?

ઝી બ્યુરો/જેતપુર: રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આગામી 26 જાન્યુઆરીના રોજ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં લેઉવા પટેલ સમાજની 511 દિકરીઓનું પ્રેમનું પાનેતર નવમો શાહી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું છે. 

આ વર્ષે પણ ભવ્ય રજવાડી ડોમ તૈયાર કરાયો

1/9
image

જામકંડોરણા ખાતે યોજાનાર લેઉવા પટેલ સમાજની 511 દિકરીઓનો નવમા શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં આ વર્ષે પણ ભવ્ય રજવાડી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. 

2/9
image

સાથે 511 લગ્ન મંડપ,રોમન,અને ટ્રેડિશનલ થિમના સ્ટેજ, પાર્કિંગ, જમણવાર સહિતની તૈયારીઓ કરાઈ છે. 

3/9
image

એક એક દીકરીને ત્રણ લાખ સુધીનો કરિયાવર અપાશે

4/9
image

સાથે એક દીકરીને ત્રણ લાખ રૂપિયા સુધીનો કરિયાવર આપવામાં આવશે. સાથે સમૂહ લગ્નમાં વિન્ટેજ કારમાં વાજતે ગાજતે વરઘોડો પણ નીકળશે. 

5/9
image

તેમજ સમૂહ લગ્નમાં બે લાખ લોકો આવશે. સાથે જેતપુર જામકંડોરણા સહિત ના તાલુકા સ્વંયસેવકો કામ કરી રહ્યા છે, અને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે. 

6/9
image

આ નેતાઓ રહેશે હાજર

7/9
image

સાથે જ આ લેઉવા પટેલ સમાજના ભવ્ય સમૂહ લગ્નમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડાવીય, કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ,સહિત સમાજના અનેક રાજકીય નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે.   

8/9
image

9/9
image