Pics: રવિના ટંડનની 19 વર્ષની પુત્રી રાશા થડાની...40 વર્ષના આ પરિણીત પુરુષની છે દીવાની, શું તમે ઓળખ્યો?

રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ આઝાદ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં રાશાના ખુબ વખાણ થઈ રહ્યા છે. ખાસ કરીને તેના ઉઈ અમ્મા ગીતે તો આવતાની સાથે જ ચાર્ટલિસ્ટમાં સામેલ થઈ ગયું. હાલમાં જ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ કહ્યું કે તેનો પહેલો સેલિબ્રિટી ક્રશ કયો અભિનેતા છે. 

કોની દીવાની હતી રાશા

1/3
image

19 વર્ષની રાશાએ મિસ માલિની સાથે વાતચીત દરમિયાન આઝાદ ફિલ્મનું ખુબ પ્રમોશન કર્યું. આ દરમિયાન રાશાએ એવી વાત જણાવી કે તેનું નિવેદન ગણતરીની પળોમાં વાયરલ થઈ ગયું. રાશાને પૂછવામાં આવ્યું કે કયો સેલિબ્રિટી તેનો પહેલો ક્રશ હતો. આ સવાલનો જવાબ રાશાએ કઈક એવો આપ્યો કે જેના કારણે કિયારા અડવાણીને બળતરા થઈ શકે છે.   

આ છે રાશાનો ક્રશ

2/3
image

રાશાએ આ સવાલનો જવાબ આપતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ આપ્યું. તેણે કહ્યું કે માત્ર મે નહીં પરંતુ અમાને પણ મારી ચોઈસને પ્રુવ કરી દીધી તેની કો-એક્ટ્રેસનું નામ લઈને. ત્યારે અમાને પણ જણાવ્યું કે તેને પણ સિદ્ધાર્થ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ખુબ સારા લાગ્યા હતા. આલિયા પણ ખુબ ક્યુટ લાગી હતી. 

અમાન કોનો દીવાનો

3/3
image

અજય દેવગણના રિલેટિવ અમાને જણાવ્યું કે તેની પહેલી સેલિબ્રિટી ક્રશ દિયા મિર્ઝા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાને ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો થઈ ગયા છે. તેની અનેક ફિલ્મો ફેન્સના માનસપટલ પર છવાયેલી છે. એટલે સુધી કે ફેન્સ વચ્ચે તે લાંબા  સમય સુધી મોસ્ટ એલિજિબલ બેચલર પણ બની રહ્યો. પરંતુ અંતે કિયારા અડવાણી સાથે તેણે લગ્ન કર્યા. બંનેએ 2023માં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અત્રે જણાવવાનું કે સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે યોદ્ધામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2024માં આવી હતી પરંતુ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.