ઉન્નાવ રોડ અકસ્માતમાં કુલદીપ સેંગરને મળી મોટી રાહત, CBIએ હત્યાનો આરોપ હટાવ્યો
Trending Photos
લખનઉ: ઉન્નાવ રેપ કાંડ (Unnao Rape Case) સંલગ્ન એક્સિડન્ટ કેસમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર (Kuldeep Singh Sengar)ને રાહત મળી છે. સીબીઆઈએ ઉન્નાવ બળાત્કાર પીડિતા દુર્ઘટના મામલે પોતાની પહેલી ચાર્જશીટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેના અન્ય સહયોગીઓ વિરુદ્ધ આજે હત્યાનો આરોપ હટાવી દીધો છે.
જુલાઈ માસમાં થયેલા એક રોડ અકસ્માતમાં પીડિતાના બે સંબંધીઓ સહિત કાર ડ્રાઈવરનું મોત થયું હતું. આ બાજુ પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ અકસ્માત બાદ પીડિતાના કાકાએ કુલદીપ સિંહ સેંગર સહિત અનેક લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
લખનઉમાં સીબીઆઈની વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી પહેલી ચાર્જશીટમાં સીબીઆઈએ એફઆઈઆરમાં સામેલ સેંગર અને અન્ય તમામ આરોપીઓને અપરાધિક કાવતરું રચવા અને ડરાવવા ધમકાવવા અંગેની ઈન્ડિયન પીનલ કોડની કલમો હેઠળ આરોપી બનાવ્યાં છે. ધારાસભ્યના 9 સહયોગીઓની સાથે ટ્રક ચાલક આશીષકુમાર પાલને IPCની કલમ 304-એ, 338 અને 279 હેઠળ આરોપી બનાવવામાં આવ્યાં છે.
જુઓ LIVE TV
અકસ્માત સાથે સંકળાયેલા ટ્રક ચાલક આશીષકુમાર પાલને બેદરકારીના પગલે કોઈના મોતનું કારણ બનવા, કોઈનો જીવ જોખમમાં નાખીને તેને ગંભીર ઈજા પહોંચાડવા, બેદરકારીથી વાહન ચલાવવા સંબંધિત કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યો છે. સીબીઆઈના આરોપ પત્રમાં આશીષકુમાર પાલ વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર રચવાનો કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે