આ રાજ્યમાં Protest કરવા બદલ ખેડૂતોને મળી 50 લાખની નોટિસ, જાણો શું છે મામલો
Trending Photos
લખનઉ: ખેડૂત આંદોલનના પગલે અલગ અલગ રાજ્યોથી ખેડૂતો દિલ્હીમાં ભેગા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં અનેક ખેડૂતોએ પ્રદર્શન કર્યું તો તેમને 50 લાખની નોટિસ મળી હોવાની ખબર સામે આવી રહી છે. આ ખેડૂતોને SDM તરફથી નોટિસ મળી છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતોને 5 લાખની નોટિસ પણ મળી છે.
6 ખેડૂત નેતાઓને મળી નોટિસ
ઉત્તર પ્રદેશના સંભલમાં ભારતીય કિસાન યુનિયન (અસલી)ના 6 નેતાઓને એસડીએમ તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં ખેડૂત નેતાઓને 50 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ જમા કરાવવાનું કહેવાયું છે. આ નોટિસ ખેડૂત નેતાઓ દ્વારા અન્ય ખેડૂતોને પ્રદર્શન માટે ઉક્સાવવા બદલ મોકલાઈ છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ બોન્ડની રકમ ભૂલથી વધુ લખવામાં આવી છે. તેને ઠીક કરી દેવાશે. આ નોટિસ પર ખેડૂત નેતાઓનું કહેવું છે કે લોકશાહીનું ગળું દબાવવા જેવી વાત છે.
બોન્ડની રકમ ઓછી કરાશે
આ અગાઉ 12 અને 13 ડિસેમ્બરે પણ 6 ખેડૂતોને 5 લાખ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી હતી. અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ સંભલના એસપી ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે તેમણે એસડીએમ સાથે વાત કરી છે અને આ બોન્ડની રકમ ભૂલથી 50 લાખ લખવામાં આવેલી છે. સંભલના સર્કિલ ઓફિસર અરુણકુમાર સિંહનું કહેવું છે કે હાલ એસડીએમ રજા પર છે, પાછા આવીને તેઓ 50000 રૂપિયાના બોન્ડ બહાર પાડશે જે ભૂલથી 50 લાખ લખી દેવાયા હતા.
પ્રદર્શનના કારણે થઈ ધરપકડ
ભારતીય કિસાન યુનિયન (અસલી)ના સંજીવ ગાંધીનું કહેવું છે કે નોટિસ બહાર પાડતા પહેલા પોલીસ સતત અમારા ગામના ચક્કર કાપી રહી હતી. જ્યારે પણ અમે પ્રદર્શનની વાત કરીએ તો પોલીસ અમારી ધરપકડ કરી લેતી હતી. અમે કોઈ ગમે તેમ કરીને 28 નવેમ્બરે એક દિવસ માટે દિલ્હી આવી શક્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે