Uttar Pradesh: યોગી સરકારમાં મંત્રી દિનેશ ખટીકે રાજીનામું ધરી દીધુ
યોગી આદિત્યનાથ સરકારમાં જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે પોતાનું રાજીનામું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોકલી દીધુ છે. આ રાજીનામામાં દિનેશ ખટીકે અધિકારીઓ પર મહત્વ ન આપવા અને દલિતોનું યોગ્ય માન સન્માન ન મળવાના આરોપ લગાવ્યા છે.
Trending Photos
યોગી આદિત્યનાથ સરકારમાં જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે પોતાનું રાજીનામું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોકલી દીધુ છે. આ રાજીનામામાં દિનેશ ખટીકે અધિકારીઓ પર મહત્વ ન આપવા અને દલિતોનું યોગ્ય માન સન્માન ન મળવાના આરોપ લગાવ્યા છે. અધિકારીઓના વલણથી નારાજ થઈને દિનેશ ખટીકે રાજીનામું ધર્યું છે.
જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે આરોપ લગાવ્યો છે કે દલિત હોવાના કારણે વિભાગમાં તેમની વાતો સાંભળવામાં ન આવતી હતી અને ન તો કોઈ બેઠકની સૂચના તેમને અપાતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમંત્રીના અધિકાર તરીકે ફક્ત ગાડી આપી દેવાઈ છે. મંત્રી દિનેશ ખટીકે ટ્રાન્સફરના મામલાઓમાં મોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. ગડબડીને લઈને જ્યારે તેમણે અધિકારીઓ પાસે જાણકારી માંગી તેમને હજુ સુધી જાણકારી આપવામાં આવી નથી.
योगी सरकार के मंत्री दिनेश खटीक ने नाराज़ होकर दिया इस्तीफ़ा, ट्रांसफर-पोस्टिंग में वसूली करने सहित लगाए बड़े आरोप #DineshKhatik @ramm_sharma @vishalpandeyk pic.twitter.com/viNflLKbDN
— Zee News (@ZeeNews) July 20, 2022
પ્રમખ સચિવ સિંચાઈ પર આરોપ લગાવતા દિનેશ ખટીકે પત્રમાં લખ્યું છે કે ફોન પર પૂરી વાત સાંભળ્યા વગર જ તેમણે ફોન કટ કરી નાખ્યો. મંત્રીએ નમામિ ગંગે યોજનામાં પણ ભ્રષ્ટાચારની વાત કરી છે. દિનેશ ખટીકે સીધે સીધુ અધિકારીઓ પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો.
આ બધા વચ્ચે જળશક્તિ વિભાગના મંત્રી સ્વતંત્ર સિંહે વિભાગના એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે તેમની તો વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીક સાથે રોજ વાતચીત થાય છે. સ્વતંત્રદેવ સિંહે કહ્યું કે તેમના વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીક નારાજ નથી. સ્વતંત્ર દેવસિંહે કહ્યું કે રાજીનામાં વિશે તેમને કોઈ જાણકારી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે