UP ના Kakori એરિયામાં આતંકવાદીઓની હાજરીની સૂચના, UP-ATS એ બે સંદિગ્ધોને કસ્ટડીમાં લીધા
એટીએસની ટીમ ઠાકુરગંજ વિસ્તારમાં ફરીદીપુરમાં પહોંચી હતી. ત્યાં બે ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. યૂપી એટીએસની સાથે લોકલ પોલીસ પણ રેડમાં સામેલ હતી.
Trending Photos
લખનઉ: UP-ATS લખનઉના કાકોરી એરિયાથી અલકાયદા (Al Qaeda) ના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના નિશાન પર ભાજપના બે મોટા નેતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર એટીએસની ટીમ ઠાકુરગંજ વિસ્તારમાં ફરીદીપુરમાં પહોંચી હતી. ત્યાં બે ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. યૂપી એટીએસની સાથે લોકલ પોલીસ પણ રેડમાં સામેલ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખતા આસપાસના વિસ્તારમાં પણ પોલીસ તૈનાતક કરવામાં આવી હતી.
સૂત્રોનું કહેવું છે કે UP-ATS ટીમે કાકોરીમાં રહેનાર શાહિદના ઘરે રેડ પાડી હતી. તે લગભગ 8 વર્ષ પહેલાં દુબઇથી પરત ફર્યો હતો અને હાલમાં ગેરેજમાં કામ કરી રહ્યો હતો. તેની પાસેથી વિસ્ફોટક, બે પ્રેશર કુકર અને મોટી માત્રામાં સંદિગ્ધ સામાન મળી આવ્યો છે.
UP-ATS એ શાહિદની ધરપકડ કરી લીધી છે. તેની સાથે જ વધુ એક સંદિગ્ધની પણ ધરપકડ કરવામાં આવી છે. તેના નામનો હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી. એટીએસની ટીમ બંને સંદિગ્ધોના નેટવર્કને ફંફોળી રહી છે.
સૂત્રોના અનુસાર પકડાયેલા બંને સંદિગ્ધ અલ કાયદાના આતંકવાદી છે. તેને ઉમર અલ-મંદી નામનો કંટ્રોલર હેંડલ કરી રહ્યો હતો. તે હાલ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પાસે સંતાયેલો છે.
સૂત્રોના અનુસાર નાના બ્લાસ્ટના બદલે UP-ATS ને આ આતંકવાદીઓ વિશે સુરાગ મળ્યો. આશંકા છે કે વિસ્તારમાં વધુ કેટલાક આતંકવાદીઓ પણ સંતાયેલા છે. ATS ના આઇજી જીકે ગોસ્વામી પણ ઘટનાસ્થળે હાજર છે. આતંકવાદીઓની ધરપકડની સૂચના મળતાં જમ્મૂ કાશ્મીર પોલીસના ઓફિસરો પણ યૂપી પોલીસ સાથે સંપર્કમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે