ઉદ્ધવ ઠાકરે- મુંબઇથી અમદાવાદ કોણ જવા માંગે છે? નાગપુર સુધી બુલેટ ટ્રેન દોડાવે મોદી
Trending Photos
નવી દિલ્હી: ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાનું વલણ સખત થતું જાય છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવથી દૂર રહ્યા બાદ હવે ઉદ્ધવ ઠાકરેએ સામનાને આપેલા એક ઇન્ટરવ્યૂંમાં કહ્યું કે શિવસેના કોઇ એક પાર્ટીની મિત્ર નથી. તેની મિત્રતા જનતા સાથે છે અને જનતા માટે તે કામ કરતી રહેશે. તેમણે કહ્યું કે જે વાત મને પસંદ નહી હોય, તેના વિશે મારો અભિપ્રાય આપતો રહીશ.
તેમણે શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 'હું મોદીના સપના માટે નહી, આમ જનતાના સપના માટે લડી રહ્યો છું. તેમણે પીએમ મોદીના મનપસંદ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે આ વાત કહી. તેમણે કહ્યું કે પહેલાં તે (મોદી) મુંબઇના હીરાના વેપારીઓને ગુજરાત લઇ જાય. એર ઇંડીયાને પણ હટાવી દે. મુંબઇના કેટલા લોકોને બુલેટ ટ્રેન દ્વારા અમદાવાદ જવાની તાત્કાલિક જરૂરિયાત છે? તેની બદલે નાગપુરને મુંબઇથી બુલેટ ટ્રેન દ્વારા જોડવામાં આવે.'
તેમણે કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીને નહી પરંતુ ભારતીય જનતાના મિત્ર છીએ. તેમણે કહ્યું કે શિવસેના લોકોના હિતમાં સરકાર પર અંકુશ લગાવવાનું કામ કરી રહી છે અને ચાર વર્ષ પહેલાં જે વાત એકલા કહેતા હતા, આજે તેને બધા લોકો માની રહ્યા છે. વિરોધ બાદ પણ સરકારમાં બની રહેવાના પ્રશ્ન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેનો ઉપયોગ જનતાની ભલાઇમાં કરી રહ્યા છીએ.
થોડા દિવસો પહેલાં સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાએ પહેલાં સરકારના પક્ષમાં વોટ આપવાની વાત કહી હતી, પરંતુ પછી પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ સામનાના એક સંપાદકીયમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી. સ્પષ્ટ છે કે શિવસેના હવે ભાજપ સાથે આરપાસના મૂડમાં છે. ત્યારબાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ મહારાષ્ટ્ર એકમના કાર્યકર્તાને કહ્યું કે રાજ્યમાં એકલા ચૂંટણી લડવાની તૈયારી કરે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે સરકારની કોઇ નીતિનો વિરોધ કર્યો તો કોઇ વ્યક્તિગત દ્વેષના કારણે નહી, પરંતુ દેશની જનતાના હિત માટે આમ કર્યું છે. તેમણે કહ્યું કે શિવસેનાએ જે કર્યું સંતાઇને કર્યું નથી. ખુલીને સમર્થન કર્યું અને ખુલીને વિરોધ પણ કર્યો. તેમણે એમપણ કહ્યું કે શિકાર તો તે જ કરશે પરંતુ તેના માટે તે બીજાઓની બંદૂકનો ઉપયોગ નહી કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે