PM મોદીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોની કાળી સૂટકેસમાં હોય છે આ ખાસ વસ્તુ, જાણો કેમ પહેરે છે કાળા ચશ્મા?
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સુરક્ષામાં તૈનાત SPG કમાન્ડો પોતાની સાથે હંમેશા એક કાળી બ્રીફકેસ (Black Briefcase Of SPG Commandos)માં શું રાખે છે? અને તેઓ હંમેશા પોતાની આંખો પર કાળા ચશ્મા કેમ પહેરે છે
Trending Photos
નવી દિલ્હી: શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સુરક્ષામાં તૈનાત SPG કમાન્ડો પોતાની સાથે હંમેશા એક કાળી બ્રીફકેસ (Black Briefcase Of SPG Commandos)માં શું રાખે છે? અને તેઓ હંમેશા પોતાની આંખો પર કાળા ચશ્મા કેમ પહેરે છે. શું તમે જાણો છો કે તેની પાછળ SPG કમાન્ડોની રણનીતિ શું હોય છે. SPG કમાન્ડોની બ્રીફકેસમાં શું હોય છે અને કાળા ચશ્મા પહેરવા પાછળનું કારણ શું છે?
SPG કમાન્ડોની બ્રિફકેસમાં શું હોય છે?
અત્રે જણાવવાનું કે SPG કમાન્ડોની આ નાનકડી કાળી બેગ એ સામાન રાખવા માટેની બેગ નથી હોતી. બ્રીફકેસના રૂપમાં આ શીલ્ડ હોય છે. આ શીલ્ડ બુલેટપ્રુફ હોય છે. બંદૂકની ગોળીઓની તેના પર કોઈ અસર થતી નથી. જો ક્યારેક એવું બને કે પ્રધાનમંત્રી પર હુમલો થાય તો SPG કમાન્ડો આ બ્રીફકેસ ખોલીને બુલેટપ્રુફ શીલ્ડથી પીએમની સુરક્ષા કરશે. સ્પેશિયલ બ્રીફકેસમાં એક ગન પણ હોય છે. જેના દ્વારા SPG કમાન્ડો પલટવાર કરી શકે છે.
SPG કમાન્ડો કેમ પહેરે છે કાળા ચશ્મા?
તમે ધ્યાન આપ્યું હશે કે પ્રધાનમંત્રીની સુરક્ષામાં તૈનાત SPG કમાન્ડો હંમેશા કાળા ચશ્મા પહેરી રાખે છે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. હકીકતમાં પીએમ મોદીના બોડીગાર્ડ ચારેબાજુ નજર રાખે છે અને કાળા ચશ્મા પહેરેલા હોવાના કારણે કોઈને ખબર નથી પડતી કે તેઓ કઈ તરફ જોઈ રહ્યા છે. ગમે ત્યાંથી હુમલો થાય SPG કમાન્ડો હંમેશા અલર્ટ હોય છે.
કાળા ચશ્માનું એક અન્ય કારણ પણ છે. હકીકતમાં જો કોઈની સામે વિસ્ફોટ થાય તો ચમકદાર રોશનીના કારણે આંખો અંજાઈ જાય છે. આવામાં થોડીવાર સુધી તો વ્યક્તિને કઈ દેખાતું નથી. આવી સ્થિતિને પહોંચી વળવા માટે SPG કમાન્ડો પોતાની આંખો પર હંમેશા કાળા ચશ્મા પહેરી રાખે છે. વિસ્ફોટની રોશનીના પ્રભાવને કાળા ચશ્મા રોકી લે છે.
SPG ની રચના ક્યારે થઈ?
અત્રે જણાવવાનું કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ની રચના વર્ષ 1984માં કરવામાં આવી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ SPG ની રચનાનો નિર્ણય લેવાયો હતો. SPG ના જવાનો ખુબ જ ફૂર્તિલા હોય છે. SPG કમાન્ડોની સુરક્ષા પ્રધાનમંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી, અને વિદેશી મહેમાનોને અપાય છે. SPG કમાન્ડો અત્યાધુનિક હથિયારોથી લેસ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે