વિંગ કમાન્ડર અભિનંદનનો ખુલાસો, કઇ રીતે વિત્યા પાકિસ્તાનમાં 60 કલાકનો સમય

શનિવારે સવારે વાયુસેના બી.એસ ધનોઆએ વિંગ કમાન્ડર અભિનંદન સાથે મુલાકાત યોજી હતી

વિંગ કમાન્ડર અભિનંદનનો ખુલાસો, કઇ રીતે  વિત્યા પાકિસ્તાનમાં 60 કલાકનો સમય

નવી દિલ્હી : પાકિસ્તાની વિમાનો દ્વારા ભારતીય વાયુસેના સીમાના ઉલ્લંઘન દરમિયાન અદમ્ય વીરતાનું પ્રદર્શન કરનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે (1 માર્ચ) રાત્રે પાકિસ્તાનથી સ્વદેશ પરતફર્યા હતા. 60 કલાકથી વધારે પાકિસ્તાનમાં રહીને ભારત પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો શનિવારે દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં ચેકઅપ કરવામાં આવ્યો. તેમને ચાર દિવસ સુધી અહીં જ રાખવામાં આવશે. 

બીજી તરફ સમાચાર એઝન્સી ANIનાં સુત્રોથી હવાલેતી જણાવ્યું કે, વિંગ કમાન્ડરે અધિકારીઓને માહિતગાર કર્યા છે કે તેમને પાકિસ્તાનમાં શારીરિક રીતે પ્રતાડીત કરવામાં આવ્યા હતા, જો કે આ દરમિયાન તેઓ ઘણા જ માનસિક રીતે ખુબ જ પરેશાન કરવામાં આવ્યા હતા. 

વિંગ કમાન્ડર અભિનંદને શનિવારે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે બીજા સૈન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તે પહેલા વિંગ કમાન્ડર અભિનંદન સાથે વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન સીતારમણે અભિનંદનનાં પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. સીતારમણે વિંગ કમાન્ડરની પત્ની અને પુત્ર સાથે ઘણા લાંબા સમય સુધી વાત કરી. 

— ANI (@ANI) March 2, 2019

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે મુલાકાત કરી અને તેમને કહ્યું કે, સમગ્ર રાષ્ટ્રને તેમનાં સાહસ અને દ્રઢતા પર ગર્વ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ભારતીય વાયુસેનાએ એક મેડિકલ સંસ્થાનમાં થયેલી મુલાકાત દરમિયાન સમજવામાં આવે છે કે અભિનંદને પાકિસ્તાનની કસ્ટડીમાં આશરે 60 કલાક રહેવા અંગે સંરક્ષણ મંત્રી સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news