Bank Jobs: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 17 મે
Bank Of Baroda Recruitment 2023: બેંક ઓફ બરોડાએ બમ્પર ભરતીઓ હાથ ધરી છે. આ માટે નોકરીની સૂચના જારી કરવામાં આવી છે. આ મુજબ સ્પેશિયાલિસ્ટ ઓફિસર, IT અધિકારી અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Trending Photos
Bank Of Baroda Recruitment 2023: આપણા દેશના મોટાભાગના યુવાનોની પ્રથમ પસંદગી બેંકની નોકરી કરવી છે. આ માટે તેઓ ખૂબ મહેનત પણ કરે છે. જો તમે પણ બેંકની નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારી પાસે એક શાનદાર તક છે. બેંક ઓફ બરોડાએ કુલ 677 જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે. અહીં સ્પેશિયાલિસ્ટ ઓફિસર, આઈટી ઓફિસર અને વિવિધ ખાલી જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
બેંક ઓફ બરોડાએ કેટલીક પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 મે નક્કી કરી છે, જ્યારે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવારો 17 મે, 2023 સુધી અરજી કરી શકે છે. અગાઉ અરજી કરવા માટે 27 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જેને વધારીને 17 મે કરવામાં આવ્યો છે.
વય મર્યાદા
આ અલગ-અલગ પોસ્ટ માટે બેંક દ્વારા વય મર્યાદા અલગ રાખવામાં આવી છે. 26 વર્ષથી નીચેના અને 42 વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો:
શુક્રની રાશિમાં 'બુધાદિત્ય રાજયોગ', પલભરમાં બદલાઇ જશે આ 3 રાશિઓની કિસ્મત
ટ્રોલ થયેલ Ananya Pandayના આ નાના પર્સની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો! જાણો વિગત
Mental Health: બ્રેકઅપ પછી ડિપ્રેશનમાં આવી ગયા છો? આ 5 રીતે કરો MOVE ON
વેકેન્સી ડિટેઇલ
બેંક ઓફ બરોડા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. કોર્પોરેટ અને ઇન્સ્ટિટ્યુશન ક્રેડિટ વિભાગો માટે નિષ્ણાત અધિકારીઓની કુલ 157 જગ્યાઓ પર નિયમિત ભરતી કરવામાં આવશે.
વાઇસ પ્રેસિડેન્ટ - બીયુ પ્રોફિટિબિલિટી એન્ડ એક્સપેન્સ મેનેજમેન્ટ ફાઇનાન્સ ફંક્શનમાં 8 જગ્યાઓ ભરવાની છે.
ફાઇનાન્સિયલ વર્ક માટે, નિષ્ણાત અધિકારીની 4 જગ્યાઓ પર નિયમિત ધોરણે ભરતી થવાની છે.
કુલ 87 ખાલી જગ્યાઓ MSME વિભાગમાં કરારના આધારે ફિક્સ ટર્મ એન્ગેજમેન્ટ પર ભરવાની છે.
કોન્ટ્રાક્ટના આધારે ફિક્સ્ડ ટર્મ એન્ગેજમેન્ટ પર કેશ મેનેજમેન્ટમાં 53 જગ્યાઓ ખાલી છે.
રિસીવેબલ મેનેજમેન્ટમાં, ફિક્સ્ડ ટર્મ એન્ગેજમેન્ટની 145 જગ્યાઓ કોન્ટ્રાક્ટના આધારે ભરવામાં આવશે.
રિસીવેબલ મેનેજમેન્ટ વર્ટિકલમાં બ્રાન્ચ રિસિવેબલ મેનેજરની 159 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આઇટી ઓફિસર્સ/પ્રોફેશનલ માટે 52 જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો:
ડીઝલ કાર ખરીદવાનો પ્લાન હોય તો 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ છે 5 બેસ્ટ ડીઝલ કાર્સ
શરીરના આ ભાગ પર ગરોળી પડે ત્યારે મળે છે સત્તા, કયા હિસ્સા પર પડવાથી મળે છે લાભ
મચ્છરોના ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં લગાવો આ 5 છોડ, એક પણ મચ્છર આસપાસ નહીં ભટકે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે