Career Tips: ફોરેન ભાષાનો કોર્સ કર્યો તો મળશે મોટો પગાર, જાણો ક્યાં મળે છે નોકરી
Foreign Language: આજે એવી ઘણી વિદેશી ભાષા છે જેને શીખ્યા બાદ લોકો મોટો પગાર મેળવી રહ્યાં છે. તેમાં ચાઇનીઝ (મૈન્ડરિન) પ્રથમ નંબરે આવે છે. જો તમે ફોરેન લેંગ્વેજમાં કરિયર બનાવવા ઈચ્છો છો તો ધોરણ 12 પાસની ડિગ્રી અને અંગ્રેજીની જાણકારી હોવી જરૂરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Foreign Language Demand in India: ભારત, આઉટસોર્સિંગ વર્કનું એક મોટું હબ બની ચુક્યુ છે. દુનિયાભરની મોટી-મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 14 હજારથી વિદેશી કંપનીઓ કારોબાર કરી રહી છે. જેમ-જેમ ભારતમાં વિદેશી કંપનીઓનું કામકાજ મોટું છે તેમ તેમ ફોરેન લેંગ્વેજની માંગ પણ ઝડપથી વધી રહી છે. આજે એવી ઘણી ફોરેન લેંગ્વેજ છે જેને શીખ્યા બાદ લોકો મોટો પગાર મેળવી રહ્યાં છે. તેમાં ચાઇનીઝ (મૈંડરિન) લેંગ્વેજ પહેલા નંબરે આવે છે.
ભારતમાં આ વિદેશી ભાષાઓનું સૌથી વધુ ચલણ
ભારતમાં નોકરીની તકો આપતી મુખ્ય વિદેશી ભાષાઓમાં જર્મન, મેન્ડરિન (ચીની), જાપાનીઝ, ફ્રેન્ચ, કોરિયન અને સ્પેનિશનો સમાવેશ થાય છે. હોટેલ અને ટુરીઝમ, સરકારી વિભાગોમાં અનુવાદકો, MNC કંપનીઓ, મીડિયા મેનેજમેન્ટ, ઓનલાઈન કસ્ટમર કેર સર્વિસ સહિત અસંખ્ય સ્થળોએ વિદેશી ભાષા બોલનારાઓની ખૂબ માંગ છે.
વિદેશી ભાષાના કોર્સ પછી અંદાજિત પગાર
નિષ્ણાતો માને છે કે ચાઈનીઝ (મેન્ડરિન) ભાષાના લોકોને ભારતમાં સૌથી વધુ 12 લાખ રૂપિયા (વાર્ષિક) પગાર મળે છે.
10 લાખ રૂપિયા (વાર્ષિક) સુધીના પગારની બાબતમાં ફ્રેન્ચ બીજા ક્રમે છે.
સ્પેનિશ બોલતા વ્યાવસાયિકોને રૂ. 9.80 લાખ (વાર્ષિક) સુધીનો પગાર મળે છે.
આ યાદીમાં ચોથા નંબર પર જર્મન ભાષાના લોકો છે, તેમની સરેરાશ વાર્ષિક સેલેરી 9.50 લાખ રૂપિયા સુધી છે.
જેઓ જાપાનીઝ શીખે છે તેમને વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર બજારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
ડચ ભાષાના લોકોને જાપાનીઝ પછી સૌથી વધુ પગાર મળે છે, તેમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ માનવામાં આવે છે.
ક્યાંથી શીખી શકશો વિદેશી ભાષા
જો તમે પણ વિદેશી ભાષામાં કારકિર્દી બનાવવા માંગો છો, તો તમારું 12મું પાસ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું પૂરતું છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (નવી દિલ્હી), યુનિવર્સિટી ઓફ દિલ્હી (નવી દિલ્હી), EFLU હૈદરાબાદ (તેલંગાણા), બનારસ હિન્દુ યુનિવર્સિટી (ઉત્તર પ્રદેશ), જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી (નવી દિલ્હી), યુનિવર્સિટી ઓફ કલકત્તા (પશ્ચિમ બંગાળ), યુનિવર્સિટી ઓફ પૂણે (મહારાષ્ટ્ર) ઘણી મોટી સંસ્થાઓ છે જે વિદેશી ભાષાના અભ્યાસક્રમો ઓફર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે