Child Care: જો તમને પણ તમારા બાળકને મારવાની ટેવ હોય તો સાવધાન, અધ્યયનમાં થયો છે મોટો ખુલાસો
તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું હતું જેમાં તેમણે અધ્યયન કર્યુ છે કે, જો બાળકોને મારવામાં આવે છે તો તેમના મગજના વિકાસ પર તેની ઊંડી અસર પડી શકે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ બાળકો જ્યારે પણ ધમાલ, મસ્તી કે કોઈ નખરા કરે ત્યારે ઘરના વડીલ તેને ધમકાવે છે. કેટલાક કિસ્સામાં તો બાળકને માર મારવામાં આવે છે. વડીલોના મારની બાળકના શરીર પર જ નહીં પરંતુ તેના મગજ પર પણ ગંભીર અસર પડે છે. જો તમને પણ તમારા બાળકને મારવાની ટેવ હોય, તો આજે જ સાવધાન થઈ જજો.
Health Tips: કોરોનાથી બચવું હોય તો આજે આ વસ્તુઓ ખાવાનું છોડી દો, ભોજનમાં કરો આટલો ફેરફાર
તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું હતું જેમાં તેમણે અધ્યયન કર્યુ છે કે, જો બાળકોને મારવામાં આવે છે તો તેમના મગજના વિકાસ પર તેની ઊંડી અસર પડી શકે છે. સાથે જ, માર મારવાના કારણે બાળકો નિર્ણય લેવાની શક્તિ અને પરિસ્થિતિઓને માપી લેવાની ક્ષમતા પણ ગુમાવી બેસે છે. આ અધ્યયને માતા-પિતાની ચિંતા વધારવાનું કામ ચોક્કસથી કર્યુ છે, પરંતુ તેનાથી માતા-પિતાને સતર્ક થવાની જરૂર છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડૉ. કેટી. એ. મૈક્લૉગિન આ સંશોધન ટીમના મુખ્યા છે. તેમણે આ અધ્યયન વિશે ઘણી માહિતી આપી છે. કેટીએ કહ્યું કે બાળકોને માર મારવાથી તેમના મગજ પર ઊંડી અસર પડે છે. આનાથી તેમના પ્રીફ્રંટલ કોર્ટેક્સ એટલે કે મગજનું ચેતાતંત્ર નબળુ પડી જાય છે. બાળકોના વિચાર અને વિચારવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. બાળકોને માર મારવાથી તેમના મગજમાં કુપોષણ પેદા થવાનું તારણ સામે આવ્યું છે.
Krishna ને કોણે આપી વાંસળી? શું રહસ્ય છુપાયેલું છે વાંસળીમાં? મુરલી કૌન તપ તૈં કિયો? રહત ગિરધર મુખહિ લાગી, અધર કો રસ પીયો...
ડોક્ટર કેટીએ વધુમાં સમજાવ્યું કે, સંશોધન દરમિયાન, તેમણે જોયુ કે જે બાળકોને વધુ મારવામાં આવે છે, તેઓમાં ચિંતા, હતાશા અને માનસિક તણાવ જેવી મુશ્કેલીઓ વધુ જોવા મળે છે. ડૉ. કેટીએ સંશોધન દરમિયાન ત્રણથી અગિયાર વર્ષની વયના બાળકોના શરીર પર માર મારવાના કારણે થતી અસર પરનાં ડેટાનું વિશ્લેષણ કર્યુ. જેમાં જોવા મળ્યુ કે, એકબાજુ કેટલાક બાળકોના ચહેરા ડરી ગયેલા અને ગભરાઈ ગયેલા હતા. જ્યારે બીજીબાજુ અન્ય બાળકોના ચહેરા પર સામાન્ય હાવભાવ હતા.
એટલુ જ નહીં, કેટીના જણાવ્યા મુજબ, આ અભ્યાસના ડેટાનું મનોવૈજ્ઞાનિક આધાર પર પણ વિશ્લેષણ કરવામાં આવ્યું. જેનાથી જાણ થઈ કે જે બાળકો હિંસાનો શિકાર થયા છે, તેમની દિમાગી પ્રતિક્રિયા સામાન્ય બાળકોની સરખામણીએ ઘણી ઓછી હતી. ડૉ. કેટીના જણાવ્યા મુજબ, જે બાળકના પરિવારજનો શારિરીક દંડનો વધારે ઉપયોગ કરે છે, તેમના બાળકોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનું પ્રમાણ વધુ હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે