Cleaning Hacks: સોફાના ફેબ્રિક પર પડેલા ડાઘ 10 મિનિટમાં સાફ કરી દે તેવી જોરદાર છે આ ટ્રીક
Cleaning Hacks: તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓની મદદથી સોફાના ફેબ્રિક પર પડેલા ડાઘને દૂર કરી શકો છો. તમે ઘરે આ ક્લિનિંગ હેક્સ અજમાવીને સોફાને નવો હોય તેવો ચમકાવી શકો છો.
Trending Photos
Cleaning Hacks: ઘરના સોફા પરિવારના દરેક સભ્ય માટે ફુરસદની પળ પસાર કરવા માટેનું પરફેક્ટ સ્પોટ હોય છે. સોફા પર આરામથી બેસીને કોફી પીવી, ટીવી જોવું કે પરિવાર સાથે સમય પસાર કરવો સૌને ગમે છે. તેવામાં ઘણી વખત ધ્યાન રાખવા છતાં પણ સોફા પર ડાઘ પડી જતા હોય છે. નિયમિત સોફાનો ઉપયોગ સૌથી વધુ થતો હોવાથી સોફાનું ફેબ્રિક મેલું પણ જલ્દી થાય છે. તેમાં પણ ઘરમાં જો નાના બાળકો હોય તો સોફા પર ખાવા પીવાની વસ્તુઓ પણ ઢોળાતી રહે છે.
ઘરના સોફાનું ફેબ્રિક જો ડાઘવાળું અને ગંદુ થઈ જાય તો તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે. મોટાભાગે સોફા સાફ કરવા માટે પ્રોફેશનલ્સને બોલાવવા પડે છે. પરંતુ જો તમારે આવું ન કરવું હોય તો તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓની મદદથી સોફાના ફેબ્રિક પર પડેલા ડાઘને દૂર કરી શકો છો. તમે ઘરે આ ક્લિનિંગ હેક્સ અજમાવીને સોફાને નવો હોય તેવો ચમકાવી શકો છો.
કેવી રીતે કરવી સોફા ની સફાઈ ?
સૌથી પહેલા એક સોફ્ટ બ્રશથી સોફા પર જામેલી ધૂળને સાફ કરો. સોફાની અંદર રહેલી ધૂળને સાફ કરવા માટે માઇક્રોફાઇબર ક્લોથનો ઉપયોગ કરી શકાય છે તેની મદદથી સરળતાથી ગંદકી દૂર થઈ જાય છે. જો તમારી પાસે વેક્યુમ ક્લીનર હોય તો તેની મદદથી પણ સોફા ના ફેબ્રિક પરથી ડસ્ટ દૂર કરી શકો છો.
સોફા પરથી ડાઘ કાઢવાની રીત
સોફાના ફેબ્રિક પર જે ડાઘ પડ્યા હોય તેને દૂર કરવા માટે નીચે દર્શાવેલી સામગ્રીની તમને જરૂર પડશે.
વોશિંગ લિક્વિડ
વાઈટ વિનેગર
બેકિંગ સોડા
ગરમ પાણી
ઉપર દર્શાવેલી બધી જ વસ્તુઓને સરખા પ્રમાણમાં લઇ એક વાટકીમાં મિક્સ કરો. હવે સોફા પર જે જે જગ્યાએ ડાઘ છે ત્યાં આ મિશ્રણ બ્રશની મદદથી લગાડો. હવે દસ મિનિટ માટે તેને રહેવા દો. ત્યાર પછી એક ભીનું કપડું લઈને ડાઘને સાફ કરો. આ રીતે સોફા પર પડેલા દરેક પ્રકારના ડાઘને તમે સરળતાથી દૂર કરી શકો છો. ડાઘ પડે ત્યારે તુરંત આ ઉપાય કરી લેશો તો રિઝલ્ટ સૌથી સારું મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે