વજન ઘટાડવા ભૂલથી પણ ના કરતા આવા અખતરા! હેલ્થ પર થઈ શકે છે સાઈડ ઈફેક્ટ

WEIGHT LOSS MYTHS: વજન ઘટડવા માટે લોકો જાત જાતના અખતરા કરતા હોય છે. પરંતુ આવા અખતરાથી ક્યારેય તમારા શરીર પર તેની બેડ ઈફેક્ટ પડી શકે છે. જાણી લેજો નીચે જણાવેલી ભૂલો તમે તો નથી કરતાને...

વજન ઘટાડવા ભૂલથી પણ ના કરતા આવા અખતરા! હેલ્થ પર થઈ શકે છે સાઈડ ઈફેક્ટ

WEIGHT LOSS MYTHS: આજકાલ વજન ઘટાવા માટે લોકો જમીન-આસમાન એક કરી દેતાં હોય છે. જિમમાં જઈને પરસેવો પાડતા હોય છે. ડાયેટ પ્લાન લેતાં હોય છે. ઘણાં સવાર-સાંજ માથુ નીચે કરીને ચાલ-ચાલ જ કરતા હોય છે. તો ઘણાં લોકો તો વળી એક ટાઈમનું ખાવાનું જ છોડી દે છે. શું તમે પણ વજન ઘટાડવા માટે આવા અજીબો ગરીબ અખતરા કરી રહ્યાં છો તો ચેતી જજો...કારણકે, આવા અખતરા તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે હાનિકારક...

આપણે ઘણી વખત જોયું છે કે લોકો વજન ઘટાડવા માટે શોર્ટકટ શોધે છે...ઘણી વખત લોકો મિત્રોની વાતોમાં આવી જાય છે, જેનો કોઈ પુરાવો નથી. આહાર નિષ્ણાંત ડોકટર રંજના સિંહના જણાવ્યા અનુસાર, વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે કસરત કરવી અને યોગ્ય માત્રામાં યોગ્ય પોષણ લેવું..ઘણા લોકો વજન ઘટાડવા માટે પહેલા ખાવા -પીવાનું છોડી દે છે. જેના કારણે તેઓ નબળાઈનો અનુભવ કરવા લાગે છે. વજન ઘટાડવા સાથે જોડાયેલી આવી ઘણી વાતો છે, જે તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે.

જો તમારે વજન ઓછું કરવું હોય તો આ ભૂલો ન કરો....

1) મીઠાઈ ખાવાનું ચોક્કસ બંધ કરો-
મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ખાંડ લેવાનું બંધ કરે છે. આહારમાંથી તમામ પ્રકારની ખાંડને કાઢી નાખવાથી લાંબા ગાળે નુકસાન થશે. ખોરાકમાં ખાંડનું પ્રમાણ મહત્વનું છે, પરંતુ સંતુલિત રીતે તેનું સેવન કરવું અગત્યનું છે.

2) વજન ઘટાડવા માટેના સપ્લીમેન્ટ-
આપણે જોઈએ છીએ કે ઘણા લોકો વજન ઘટાડવા માટે ખાવાને બદલે વજન ઘટાડવાના સપ્લીમેન્ટ લે છે, જેનો વધુ પડતો ઉપયોગ શરીરને નુકસાન પહોંચાડે છે. તેથી જ કુદરતી રીતે વજન ઓછું કરવું વધુ સારું છે.

3) વધુ પડતી કસરત કરવી-
જેઓ વિચારે છે કે જીમમાં દોડવું અથવા ખૂબ મહેનત કરવાથી તમને વજન ઓછું કરવામાં મદદ મળે છે, તેઓ ખોટા છે. ડાયટ એક્સપર્ટ ડો.રંજના સિંહ કહે છે કે કસરત કરવાથી વજન ઓછું કરવું જરૂરી છે, પરંતુ યોગ્ય માત્રામાં યોગ્ય આહાર લેવા સાથે કસરત કરવાથી વજન સંતુલિત રહે છે.

4) જમવાનું છોડી દેવું-
ભોજન છોડવું તમને ક્યારેય વજન ઘટાડવામાં મદદ કરી શકતું નથી. તમે ખાવા -પીવાનું છોડી દેવાથી તણાવ અનુભવી શકો છો. મેદસ્વીપણાને ઘટાડવા માટે, તમારે ફક્ત એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તમે વધારે કેલરીનો વપરાશ તો નથી કરતા ને.....અને સમયસર કસરત કરો...

5) અટપટી વસ્તુઓનું સેવન-
ઘણીવાર વેઈટ લોસ માટે લોકો અટપટી વસ્તુઓનું સેવ શરૂ કરી દેતા હોય છે. જેમકે, કોઈકે, કહ્યું કે, આદુ ખાઉ તો આદુ ખાય અને કોઈ કહે કે, વજન ઘટાડવા લસણ ખાઓ તો લસણ ખાય. પરંતુ જે પણ વસ્તુ ખાઓ, પીઓ તેની શરીર પર કોઈ પોઝિટિવ અસર દેખાતી નથી. તેથી આવા અખતરા ન કરવા જોઈએ...

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news