40 વર્ષે દેખાશો આલિયા-દિપીકા જેવા બ્યૂટિફૂલ, બસ દરરોજ ઝાપટવાનું રાખો આ વસ્તુ

Beauty Care anti aging foods: ત્વચાની સંભાળની સાથે જો તમે તમારી ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરશો તો વધતી ઉંમરની અસર ત્વચા પર થશે નહીં. તો તમારે પણ 40 વર્ષની ઉંમરે પણ બોલીવુડની અભિનેત્રીઓ જેવી ત્વચા જોતી હોય તો આજથી જ આ વસ્તુઓ ખાવાની શરૂઆત કરો. 

40 વર્ષે દેખાશો આલિયા-દિપીકા જેવા બ્યૂટિફૂલ, બસ દરરોજ ઝાપટવાનું રાખો આ વસ્તુ

Skin Care Tips: દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે તેની ત્વચા વધતી ઉંમરે પણ સુંદર અને બેદાગ રહે. તેના માટે ત્વચાની સંભાળ રાખવાની સાથે ખોરાક પર પણ ધ્યાન આપવું પડે છે. ઘણા લોકો ત્વચાની સંભાળ રાખવા પાછળ તો ખર્ચ અને મહેનત કરે છે પરંતુ ખોરાક પર ધ્યાન આપતા નથી. ત્વચાની સંભાળની સાથે જો તમે તમારી ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરશો તો વધતી ઉંમરની અસર ત્વચા પર થશે નહીં. તો તમારે પણ 40 વર્ષની ઉંમરે પણ બોલીવુડની અભિનેત્રીઓ જેવી ત્વચા જોતી હોય તો આજથી જ આ વસ્તુઓ ખાવાની શરૂઆત કરો. 

કોબી
ત્વચાને સુંદર રાખવી હોય તો કોબી ખાવી જોઈએ. તેમાં એન્ટી એજન્ટ ગુણ હોય છે જે ત્વચાને હેલ્ધી અને યુવાન રાખે છે.

કેપ્સીકમ
કેપ્સિકમમાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ત્વચા પર વધતી ઉંમરની અસર થવા દેતા નથી.  

ગાજર
ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે સાથે જ તે ત્વચા પર થતી એજિંગની અસરને પણ ઘટાડે છે. તેથી રોજની ડાયટમાં ગાજરનો પણ સમાવેશ કરવો જોઈએ.

ખાટા ફળ
વિટામીન સી શરીર માટે જેટલું જરૂરી છે તેટલું જરૂરી ત્વચા માટે પણ છે. વિટામીન સી થી ભરપુર ફળ ખાવાથી સ્કીન ડેમેજ રીપેર થાય છે અને ત્વચા સુંદર બને છે.

પાલક 
ડેઇલી ડાયેટમાં પાલકનો પણ સમાવેશ કરવો જોઈએ તે એજિંગની પ્રોસેસને ધીમી કરે છે. અને ત્વચા પર ગ્લો લાવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news