Beauty Tips: આ વસ્તુના ઉપયોગથી 10 થી 15 વર્ષ ઓછી દેખાશે તમારી ઉંમર, મોટી ઉંમરે પણ તમે રહેશો યુવાન!
દેશી ઘી એકદમ શુદ્ધ અને નેચરલ પ્રોડક્ટ છે. જેને તમે કોઈ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર 100 વર્ષથી પણ વધુ સમય સંભાળીને રાખી શકો છો. દેશી ઘી ખાવાથી અને સ્કીન પર બ્યૂટી કેરની પ્રોડક્ટની રીતે ઉપયોગ કરશો તો તમારી સાચી ઉંમર કરતાં 10થી 15 વર્ષ નાના દેખાશો.
Trending Photos
નવી દિલ્લીઃ દેશી ઘી એકદમ શુદ્ધ અને નેચરલ પ્રોડક્ટ છે. જેને તમે કોઈ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર 100 વર્ષથી પણ વધુ સમય સંભાળીને રાખી શકો છો. દેશી ઘી ખાવાથી અને સ્કીન પર બ્યૂટી કેરની પ્રોડક્ટની રીતે ઉપયોગ કરશો તો તમારી સાચી ઉંમર કરતાં 10થી 15 વર્ષ નાના દેખાશો. દેશી ઘી જેટલું જૂનું હોય તેટલા જ તેના ઔષધિય ગુણો વધારે વિકસિત થાય છે. આજે પણ દેશી ઘીથી થતાં ફાયદા વિશે જાણીશું. જેમાં 5 રીતે ઘીને તમારી સ્કીન પર લગાવીને ગ્લોને વધારી શકો છો. ઘીથી તમારી સ્કીનનો ગ્લો અને વાળની ચમક વધી જશે. જો તમે દેશી ઘીને પોતાના ડેઈલી ડાયટમાં શામેલ કરશો તો સ્કીનમાં શાનદાર ફાયદો થશે.
સ્કીન પર પાંચ રીતે કામ કરે છે દેશી ઘી:
ઘી સ્કીનની અનેક જરૂરિયાતને પૂરી કરે છે. જો તમે સ્કીન પર દરરોજ માત્ર બે ત્રણ ટીપા ઘીના લઈને મસાજ કરશો તો તમારી સ્કીનને અન્ય કોઈ મોંઘી ક્રીમ કે પછી મોઈશ્ચુરાઈઝરની જરૂર નહીં પડે. કેમ કે, ઘી તમારી સ્કીન પર 5 ખાસ રીતે અસર કરે છે.
-ટેનિંગ દૂર કરે છે
-સ્કીનને મોઈશ્ચુરાઈઝ કરે છે
-સ્કીન બ્રાઈટિંગ
-સ્કીન એન્જિંગ સ્લો કરે છે
-સ્કીન હાઈડ્રેટ રાખે છે
1. સ્કીન બ્રાઈટ બનાવવા માટે:
સ્કીનમાં બ્રાઈટનિંગ લાવવા માટે તમે દરરોજ માત્ર 2થી 3 ડ્રોપ ઘી લઈને ચહેરા પર 5 મિનિટ માટે મસાજ કરો.
માલિક કરતાં પહેલાં ફેસ વોશ કરી લો અને સ્કીન પર ટોનર જરૂર લગાવો. જ્યારે ટોનર સૂકાઈ જાય ત્યારે સ્કીન પર ઘી લગાવો.
2. સ્કીનને નીખારવા માટે:
તમે પોતાની સ્કીન પર ચણાનો લોટ અને ઘીથી બનેલા ફેસ પેકને લગાવી શકો છો. એવું કરવાથી તમારી સ્કીનમાં નીખાર આવશે અને સ્કીન વધારે ગ્લોઈંગ લાગશે. આવી રીતે બનાવો ફેસ પેક...
રીત-
2 ચમચી ચણાનો લોટ
દોઢ ચમચી દેશી ઘી
1 ચમચી ગુલાબજળ
આ ત્રણ વસ્તુઓ મેળવીને પેસ્ટ બનાવો અને પછી ચહેરા પર લગાવો. ફેસ પેક સૂકાઈ જાય પછી ચહેરાને પાણીથી ધોઈ લો.
3. આ સમસ્યાઓ થશે દૂર:
દેશી ઘી ઓઈલી અને ડ્રાઈ તમામ સ્કીન પર ખાસ રીતે કામ કરે છે. ગરમીની સિઝન ઓઈલી સ્કીન વધારે ઓઈલી લાગે છે પણ અંદરથી ડ્રાઈ થઈ જાય છે. જેનાથી સ્કીનનો ગ્લો ઓછો થઈ જાય છે અને સ્કીન ડલ લાગવા લાગે છે. એટલા માટે ઘીથી બનેલું ફેસ પેક તમારી સ્કીન માટે ગરમીની સિઝનમાં પણ બહુ જરૂરી છે.
4. ડ્રાઈ સ્કીન માટે ખૂબ ઉપયોગી છે ઘી:
ઘી ડ્રાઈ સ્કીન માટે એક મોઈશ્ચુરાઈઝરની રીતે કામ કરે છે. ઘી અને ચણાના લોટનું ફેસ પેક સ્કીન પર લગાવ્યા બાદ તે પેકને કાઢવા માટે ખાસ રીત અપનાવો.
પહેલાં પોતાના ચહેરા પર સ્પ્રે કરો અને પેકને થોડું સોફ્ટ કરી લો. તે બાદ હળવા હાથે રગડીને તે પેકને કાઢો. આવું કરવાથી ડેડ સ્કીન સેલ્સ હટી જશે અને ઘી તમારી સ્કીન સેલ્સને પોષણ આપીને બ્લોક કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે