બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદ
Gujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
Ambalal Patel Forecast: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બન્નેની આગાહી એક થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે. એ સિવાય આગામી પાંચ દિવસ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવી ગઈ મોટી આગાહી! ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું મોસમ બદલાશે, નવરાત્રિમાં તો ચારેય બાજુથી તૂટી જ પડશે વરસાદ...ઉત્તર ગુજરાતના દાંતા અને બનાસકાંઠા સિટી વિસ્તારમાં ભારે વરસાદનું આગાહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે. તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 24 કલાક ગુજરાત પર ભારે રહેશે. કારણકે, હાલ ગુજરાત પર એક સાથે 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેને પગલે આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનમાં ફેરવાતા હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની શક્યતાને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
13મી તારીખના રોજ, એટલે કે શુક્રવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 14મી તારીખેને શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
Trending Photos