Mosquito: ઘરના ખૂણે-ખૂણામાં છુપાયેલા મચ્છર પણ ભાગી જશે, બસ રુમમાં કરી દો આ તેલનો દીવો, 10 મિનિટમાં મચ્છરનો સફાયો
Get Rid Of Mosquitoes: ધીરે ધીરે ગરમીની શરૂઆત થવા લાગી છે અને સાથે જ મચ્છરની સંખ્યા પણ વધવા લાગી છે. દિવસ અને દિવસે મચ્છરનો આતંક વધતો જાય છે. મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી ગંભીર બીમારી થઈ શકે છે. તેથી જ મચ્છરને ઘરમાંથી બગાડવા જરૂરી છે.
મચ્છરથી છુટકારો
તમારા ઘરમાં પણ મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોય અને દિવસ રાત ઘરમાં મચ્છર ઉડતા જોવા મળતા હોય તો આ દેશી ઈલાજ કરીને તમે મચ્છરથી છુટકારો મેળવી શકો છો. કેટલાક સરળ ઉપાયો અજમાવવાથી ઘરમાં છુપાયેલા મચ્છરો ઘરમાંથી ભાગી જાય છે.
લીમડાનો ધુમાડો
મચ્છર ભગાડવા માટે કડવા લીમડાનો ધુમાડો અસરદાર છે. તેના માટે લીમડાના સૂકા પાનને સળગાવી અને ઘરમાં ધુમાડો કરવો જોઈએ. તમે લીમડાના તેલનો દીવો પણ કરી શકો છો. આવતા હોય ત્યાં આ દીવો રાખી દેવાથી મચ્છર ભાગી જશે.
લસણનું પાણી
ઘરમાં દિવસે ફરતા મચ્છરને ભગાડવા માટે લસણનું પાણી બેસ્ટ છે. લસણની પેસ્ટ કરીને પાણીમાં તેને બરાબર ઉકાળો. પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરી તેને ઠંડુ કરી લો. આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને રૂમમાં અલગ અલગ જગ્યાએ છાંટી દો.
મચ્છર ભગાડતા છોડ
મચ્છરને ઘરમાં આવતા રોકવા હોય તો તમે કેટલાક છોડ પણ લગાડી શકો છો. ઘરમાં તુલસી સહિતના એવા છોડ રાખો જેમાંથી તીવ્ર ગંધ આવતી હોય. જ્યાં આ છોડ હશે ત્યાં મચ્છર ટકશે નહીં.
ઘરને રાખો સાફ
મચ્છરને ઘરમાં આવતા અટકાવવા હોય તો ઘરને એકદમ સાફ રાખો. કોઈપણ જગ્યાએ પાણી એકઠું ન થાય તે વાતનું ધ્યાન રાખો. જો ઘરમાં કચરો અને ગંદકી નહિ હોય તો મચ્છર પણ ઘરની આસપાસ નહીં ફરકે.
Trending Photos