'ગુજરાત બજેટ'ની લાલ પોથી પર આ સમાજને મળ્યું સ્થાન; વાર્લી પેઈન્ટીંગ, ભાતીગળ કલા અને અશોક સ્તંભ અંકિત
ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભા ગૃહ ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા ખાતે આવી પહોંચેલા નાણા મંત્રીના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.
1/4
'ગુજરાત બજેટ'ની લાલ પોથી પર પર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે.
2/4
સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.
3/4
નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું.
4/4
જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી હતી.
Trending Photos