ગણતરીના કલાકોમાં બનશે અત્યંત શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળા વૈભવશાળી જીવન જીવશે, ધનના તો ઢગલા થશે!
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે બે ગ્રહો કુંડળીમાં એક બીજાથી બીજા અને બારમા ભાવમાં હોય કે પછી એકબીજાથી 30 ડિગ્રી પર હોય તો દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થાય છે. આ યોગ ખુબ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજા સૂર્યને પિતા, આત્માના કારક ગણવામાં આવે છે. આવામાં સૂર્યની સ્થિતિમાં ફેરફારની અસર 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે જરૂર પડે છે. અત્રે જણાવવાનું કે હાલ સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ કુંભમાં બિરાજમાન છે. જ્યારે ત્યાં તેઓ યમ સાથે દ્વિદ્વાદશ યોગનું નિર્માણ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે 20 ફેબ્રુઆરીના રોજ રાતે 10.25 કલાકે સૂર્ય અને યમ એકબીજાથી 30 ડિગ્રી પર હશે. આવામાં દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થશે. જેનાથી 3 રાશિવાળાને ખુબ લાભ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે દ્વિદ્વાદશ યોગ ખુશીઓ લઈને આવી શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ થઈ શકે છે. જીવનમાં સુખ શાંતિ જળવાશે. આ સાથે જ લાંબા સમયથી જે પડકારોનો સામનો કરી રહ્યા છો તેમાં સફળતા મળી શકે છે. તમારા કામને બિરદાવવામાં આવશે. નવી નોકરીની તકો મળી શકે છે. બેરોજગારોને પણ સફળતા મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે સૂર્ય-યમનો દ્વિદ્વાદશ યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. આ રાશિમાં લગ્ન ભાવમાં પ્લુટો અને બારમા ભાવમાં સૂર્ય બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. લાંબા સમયથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને સરકારી કામોમાં પણ સફળતા મળી શકે છે.
વૃષભ રાશિ
આ રાશિના દસમા ભાવમાં સૂર્ય બિરાજમાન રહેશે. આવામાં યમની સાથે બનનારો દ્વિદ્વાદશ રાજયોગ અનેક રાશિના જાતકોના ભાગ્યને ચમકાવી શકે છે. તમારા દ્વારા લાંબા સમયથી કરાયેલા પ્રયત્નોથી તમને સફળતા મળી શકે છે. આ સાથે જ તમે તમારા લક્ષ્યોને મેળવવામાં સફળ થઈ શકે છે. તમારા નામે અનેક સિદ્ધિઓ નોંધાઈ શકે છે. આવામાં સમાજમાં માન સન્માનમાં વધારો જોવા મળી શકે છે. તમારી અંદર રહેલી અનોખી પ્રતિભા તમને કરિયરમાં સારો એવો ફાયદો કરાવી શકે છે. આકરી મહેનત અને પ્રતિબદ્ધતાના કારણે પદોન્નતિ મળવાના પણ યોગ છે. બિઝનેસ ક્ષેત્રમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિઓ તમને સિદ્ધિઓ અપાવવામાં અને પ્રગતિનો માર્ગ સુનિશ્ચિત કરી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos