ગુજરાતમાં બજેટના ગરમાવા વચ્ચે અંબાલાલની આ વાત ગાંઠે બાંધજો, નહીં તો મુકાઈ જશો મોટી મુશ્કેલીમાં!
Gujarat Weather Update: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે એટલે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાન બે દિવસ ફોલિંગ ટેન્ડેન્સીમાં જોવા મળશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુરુવારે વહેલી સવારે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં થયેલા વરસાદને કારણે હવામાનમાં ફરી એકવાર ઠંડક આવી ગઈ છે.
ગુજરાતમાં ફૂંકાતા પવન વિશે તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યારે ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેથી કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થયું છે. ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વાદળો મંડરાયા છે.
અંબાલાલ પટેલે 19 તારીખ સુધીની આગાહી કરી છે. તેના બાદથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં પણ વાદળછાંયુ વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. મેદાની રાજ્યોમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં ગરમી શરૂ થઈ જતાં હવામાન વિભાગ પણ ચિંતામાં મૂકાઈ ગયું છે.
પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં 22 ફેબ્રુઆરી સુધી અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનોમાં 19-20 ફેબ્રુઆરી સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે.
ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળમાં છેલ્લા 24 કલાકમાં દિવસના તાપમાનમાં 1-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરીમાં તાપમાનનો પારો 1-3 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યો છે.
વરસાદની સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણ ફરી એકવાર ઠંડુ થઈ ગયું છે. દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે રાત્રે ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી દિવસ અને રાત્રિના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો. જે ફેબ્રુઆરી માટે અસામાન્ય માનવામાં આવી રહ્યું હતું. આના લીધે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કદાચ કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ એન્ટ્રી થવા જઈ રહી છે, જેના કારણે ગરમી સતત વધી રહી છે.
વૈજ્ઞાનિકોની આ આગાહી સાચી સાબિત થઈ અને ગુરુવારે વહેલી સવારે હરિયાણા, પશ્ચિમ યુપી, રાજસ્થાન, પંજાબ સહિત દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ભારતના ઉત્તરીય ક્ષેત્રમાં એન્ટ્રી કરી લીધી છે.
આના પરિણામે, 20-21 ફેબ્રુઆરીએ ઊંચા પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે નીચલા મેદાની વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. જેના કારણે હવામાનમાં ફરી એકવાર ઠંડક પ્રસરી જશે. આ દરમિયાન, ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ભારે પવનને કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ઘઉંના પાકને નુકસાન થઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા પછી 22 ફેબ્રુઆરીથી હવામાન ફરી એકવાર શુષ્ક થઈ જશે અને તાપમાન ફરી એકવાર વધવા લાગશે. આના કારણે સપ્તાહના અંતે હવામાન નરમ-ગરમ રહેશે. આ દરમિયાન, ભારે તડકો પડી શકે છે, જેના કારણે લોકોને બપોરે ગરમી લાગી શકે છે. જોકે, રાત્રે અને સવાર-સાંજે ઠંડક રહેશે. તેથી, ગરમ કપડાં કબાટમાં મૂકવાની ઉતાવળ ન કરશો.
એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપૂર્વ આસામ પર સ્થિત છે, જે 18-24 ફેબ્રુઆરી દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હિમવર્ષા સાથે ભારેથી અતિ ભારે વરસાદનું કારણ બનશે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને પેટા હિમાલયન પશ્ચિમ બંગાળમાં આગામી 7 દિવસ દરમિયાન વાદળછાયું વરસાદ પડશે.
ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સક્રિય છે, જ્યારે પ્રેરિત ચક્રવાત પરિભ્રમણ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સ્થિત છે. તેમની અસરને કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 18મી ફેબ્રુઆરીએ હિમવર્ષા અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
19 ફેબ્રુઆરીએ પૂર્વ રાજસ્થાનમાં, 19-20 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણામાં અને 20 ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ અને વીજળી સાથે વાદળો રહેશે. પશ્ચિમ રાજસ્થાનમાં 19 ફેબ્રુઆરીએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 21-22 ફેબ્રુઆરીએ મધ્ય ભારતમાં હળવો વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે મંગળવારે ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ હતી. રાજસ્થાન, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં વાદળછાયું વરસાદ થયો હતો.
Trending Photos