Crispy French Fries: આ 3 ટીપ્સ અપનાવી બનાવો ફ્રેન્ચ ફ્રાઈઝ, રેસ્ટોરન્ટમાં મળે એવી જ ક્રિસ્પી બનશે, પોચી નહીં પડે

Crispy French Fries: ફ્રેન્ચ ફ્રાઇઝનું નામ આવતા નાના-મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. ફ્રેન્ચ ફ્રાઈઝ તમે પણ ઘરે બનાવતા હશો પરંતુ તે રેસ્ટોરન્ટ જેવી ક્રિસ્પી અને ટેસ્ટી બનતી નથી. ઘરે બનાવેલી ફ્રેન્ચ ફ્રાઈઝ થોડી જ વારમાં પોચી પડી જાય છે.

કડક ફ્રેન્ચ ફ્રાઈઝ

1/5
image

આ સમસ્યાનું સમાધાન આજે તમને જણાવીએ. બનાવતી વખતે જો તમે આ ત્રણમાંથી કોઈ એક ટ્રીક અજમાવશો તો તમે ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી જ કડક અને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી શકશો. આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશો તો કલાકો પછી પણ તે કડક જ રહેશે અને સોફ્ટ નહીં થાય. 

ઠંડા પાણીમાં પલાળો 

2/5
image

રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવી હોય તો બટેટાને સમારીને તેને બરફના ઠંડા પાણીમાં પલાળીને રાખો. બટેટાની ચિપ્સને અડધી કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને પછી કપડાં વડે કોરી કરીને તેને ફ્રાય કરો. આમ કરવાથી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઇઝ બનશે.   

બાફીને ફ્રીઝરમાં રાખો 

3/5
image

જો તમારે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવી હોય તો આ ટ્રીક અજમાવો. તેના માટે બટેટાને સમારી અને પાણીમાં પલાળો. અન્ય એક વાસણમાં પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળી જાય એટલે તેમાં સમારેલી ફ્રેન્ચ ફ્રાઈઝ ઉમેરો અને 5 મિનિટ સુધી રાખો. ત્યાર પછી ફ્રાઈઝને બહાર કાઢી લો. જ્યારે ચીપ્સ નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય તો તેને ઝીપ લોક બેગમાં ભરીને 2 કલાક સુધી ફ્રીઝરમાં રાખી દો. બે કલાક પછી તેને તળશો તો એકદમ રેસ્ટોરન્ટ જેવી ક્રિસ્પી થશે. 

કોર્ન ફ્લોરથી કોટ કરો 

4/5
image

જો તમે ઉતાવળમાં હોય અને ફ્રેન્ચ ફ્રાઈઝ ઝડપથી બનાવવી હોય તો બટેટાને સમારીને પાણીથી બરાબર ધોઈ લો. બટેટામાંથી સ્ટાર્ચ નીકળી જાય તે રીતે તેને 2, 3 વખત પાણીથી ધોવી અને પછી કોર્ન ફ્લોરમાં કોટ કરી લો. કોર્ન ફ્લોર ન હોય તો તમે ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકાય છે. ચિપ્સને લોટથી બરાબર કોટ કરીને તળશો તો એકદમ ક્રિસ્પી બનશે.

5/5
image