Foods For Uric Acid: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરે છે આ 4 સુપર ફૂડ, બસ યોગ્ય સમયે ખાવા જરૂરી

Foods For Uric Acid: યુરિક એસિડ વધવાની સમસ્યા આજે ખૂબ જ સામાન્ય થતી જાય છે. તેનું કારણ છે ખરાબ ખાનપાન, બેઠાડું દિનચર્યા અને અનિયમિત જીવનશૈલી. જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય તો સ્થિતિ દર્દનાક થઈ જાય છે કારણ કે તેના કારણે સાંધામાં અસહ્ય પીડા રહે છે. યુરિક એસિડને વધતું અટકાવવું હોય તો યોગ્ય ડાયટ ફોલો કરવી જોઈએ. આજે તમને 4 સુપરફૂડ વિશે જણાવીએ જેને યોગ્ય સમયે લેવાનું રાખશો તો યુરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદ મળશે. 

કોફી 

1/5
image

જો તમને કોફી પીવી પસંદ છે તો તમારા માટે આ વાત જાણવી જરૂરી છે. એક રિસર્ચ અનુસાર કોફી પીવાથી યુરિક એસિડ વધવાનું જોખમ ઘણી હદે ઘટાડી શકાય છે. 

સફરજન 

2/5
image

સફરજન એક સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે સ્વાસ્થ્ય લાભ કરતું ફળ પણ છે. તેમાં રહેલું ફાઇબર યુરિક એસિડને અવશોષિત કરે છે. ત્યાર પછી તેને યુરિન મારફતે શરીરમાંથી કાઢે છે. 

કેળા 

3/5
image

ગાઉટના દર્દીએ રોજ એક કેળું ખાવું જોઈએ. કેળામાં ખાસ પ્રકારના પોષક તત્વ હોય છે જે બ્લડમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

સંતરા 

4/5
image

સંતરા તેમજ લીંબુમાં વિટામીન સી અને સીટ્રિક એસિડ હોય છે. વિટામીન સી વધારે યુરિક એસિડને પેશાબના માધ્યમમાંથી શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં યુરિક એસિડનું સામાન્ય સ્તર જળવાઈ રહે છે.

5/5
image