India: કાળા જાદુ અને તંત્ર-મંત્ર માટે જાણીતી છે ભારતની આ 5 જગ્યાઓ, અહીંના દ્રશ્યો જોઈને ધ્રુજી જવાય, અહીં રાત રોકાવાની ન કરવી ભુલ

Places famous For Black Magic: બ્લેક મેજીક, તંત્ર મંત્ર જેવી બાબતોને વિજ્ઞાન નકારે છે પરંતુ આજના સમયમાં પણ અનેક લોકો એવા હશે જે કાળા જાદુ અને ટોણા-ટોટકા પર વિશ્વાસ કરે છે. ભારતમાં પણ એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં તંત્ર મંત્રની ક્રિયાઓ કરવામાં આવે છે. દેશમાં એવી 5 જગ્યા છે જે વિશ્વભરમાં બ્લેક મેજીકના કારણે જાણીતી છે અહીં જવાના નામથી પણ લોકો ડરે છે. 

સુભદ્રા નદી, ઓરિસ્સા 

1/6
image

અહીં નદીની આસપાસ તમને હાડકા, કંકાલ અને ખોપડીઓ જોવા મળશે. અહીં બ્લેક મેજીકની ક્રિયા ખૂબ જ વધારે થાય છે. અહીં તાંત્રિક બ્લેક મેજિક કરતા પણ જોવા મળી શકે છે. 

મણિકર્ણિકા ઘાટ 

2/6
image

આ એક સ્મશાન ઘાટ છે અને તેને મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં રાતના સમયે અનેક તાંત્રિક સળગતા શવ સાથે બેઠેલા જોવા મળે છે. માન્યતા છે કે તેઓ તંત્રિકા કાલા જાદુની ક્રિયાઓ કરતા હોય છે. 

નીમતલા ઘાટ કોલકાતા 

3/6
image

કલકત્તા પણ બ્લેક મેજીકના કારણે દેશભરમાં પ્રખ્યાત છે. તેમાં પણ અહીંનો નીમતલા ઘાટ બ્લેક મેજીક માટે ફેમસ છે. કહેવાય છે કે અહીં અડધી રાત્રે અઘોરી આવે છે અને ઘાટ પર જે શબના અવશેષ હોય તેને ખાય છે અને સાધના કરે છે. 

માયોંગ વિલેજ 

4/6
image

આસામનું આ એક નાનકડું ગામ છે જે બ્લેક મેજીક માટે એટલું પ્રખ્યાત છે કે અહીં વિદેશીઓ પણ જવાથી ડરે છે. માન્યતા તો છે કે આ ગામના નાના નાના બાળકો પણ કાળો જાદુ જાણે છે. 

સુલતાન શાહી 

5/6
image

હૈદરાબાદની આ જગ્યા જાણે બ્લેક મેજીક અને તંત્ર મંત્ર માટે જ બનેલી હોય તેવું છે. અહીં રહેતા બાબાઓ કોઈ પણ વ્યક્તિને કાળા જાદુ શીખવાડતા હોય છે. બ્લેક મેજીક શીખવાડીને તે પૈસા વસુલે છે.

6/6
image