Diabetes: આ 5 સ્કિન પ્રોબ્લેમ હોય શકે છે ડાયાબિટીસનું લક્ષણ, એક પણ દેખાય તો તુરંત કરાવજો ચેકઅપ


Diabetes Symptoms: ડાયાબિટીસ એક કોમન લાઈફસ્ટાઈલ ડિસીઝ છે. જ્યારે ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે તો તેના કેટલાક લક્ષણો સ્કીન પર પણ જોવા મળે છે. જો અચાનક સ્કિન પર આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેને ઈગ્નોર કરવા નહીં. તુરંત જ પોતાનું ચેકઅપ કરાવી લેવું. 

હાથ પગની સ્કિન પર ખંજવાળ

1/5
image

ડાયાબિટીસમાં દર્દીને સ્કિન પર ખંજવાળ અને ઈરિટેશનની સમસ્યા વધી જાય છે. શુગર લેવલ વધી જવાથી ત્વચા પર ખંજવાળ આવે છે. ઘણીવાર સ્કેલ્પમાં પણ ખંજવાળ અનુભવાય છે. 

પફી આઈસ

2/5
image

બ્લડ શુગર લેવલ વધી જાય તો આંખની નીચેની ત્વચા સોજેલી રહે છે. સ્કિનમાં સોજા ડાયાબિટીસનું લક્ષણ છે. તેને ક્યારેય ઈગ્નોર કરવું નહીં.

સ્કિન પર દાણા 

3/5
image

હાઈ બ્લડ શુગરના કારણે સ્કિન પર નાના નાના દાણા દેખાવા લાગે છે. ખાસ કરીને ગાલ, હાથ અને પગની સ્કિન પર ચાંદા જેવું દેખાવા લાગે છે. જેને ક્યારેય ઈગ્નોર કરવા નહીં.

ગરદનની સ્કિન કાળી થવી

4/5
image

ગરદનની પાછળની સ્કિન કાળી પડી જવી એ પણ ડાયાબિટીસનું લક્ષણ છે. બ્લડ શુગર લેવલ વધી જવાથી સ્કિનનો રંગ ડાર્ક થવા લાગે છે.   

5/5
image