શરૂઆત થઈ ગઈ! ગુજરાતમાં આ જિલ્લામાં બપોર બાદ ચોમાસા જેવો માહોલ, રસ્તાઓ પર વહેવા લાગી નદીઓ!

Dang Heavy Rain: ગુજરાતમાં આ વખતનો માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આમ તો આવતીકાલથી રાજ્યમાં વરસાદી માહોલ છવાશે એવા સમાચાર મળી રહ્યા છે, પરંતુ તેના પહેલા જ ડાંગ જિલ્લા પર મેઘાએ પોતાની દ્રષ્ટિ પાડી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બનવાની આગાહી હતી. ત્યારે બપોર બાદ ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

1/5
image

ડાંગ જીલ્લામાં બપોર બાદ ડાંગ જિલ્લાના ગાઢવી, ધવલીદોડ, ચિંચલી, ગારખડી, નકટીયા હનવત, પીપલદહાડ,સહિત આજુબાજુના વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતાં ચોમાસું વહેલું આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી પરંતુ આ કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન થતાં જીલ્લામાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ભર ઉનાળે માર્ગો ભીના થયા સાથે વરસાદી પાણી રેલાતુ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદથી ડાંગી જન જીવન ખોરવાયું હતું.

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

2/5
image

અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.   

3/5
image

અંબાલાલ પટેલે વરસાદ બાદ ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવશે. રાત્રીના ભાગોમાં ઉતર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનુ જોર રહેશે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો ચમકારો રહેશે. અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફુકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતરિય પર્વતિય વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે. ગુજરાતમાં પણ ભારે પવન ફુંકાશે. અમદાવાદ, ગાંધીનગર પવનની ગતી વધુ રહેશે, કોઈ કોઈ ભાગોમાં આંચકાનો પવન રહેશે.

4/5
image

માવઠાથી કેવી રીતે ખેડૂતોને સાચવવું તેના વિશે પણ એલર્ટ આપવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા પાક પર અસરની ભીતિ છે. તો જીરુંનો પાક લેતા ખેડૂતોને પાક પર વિપરીત અસરનો ડર છે. દિવાળી પછી કેટલાક સ્થળોએ ચાર વાર માવઠું આવી ચુક્યું છે. વધુ એકવાર માવઠું આવે તો પાકને નુકસાન થઈ શકે છે. હાલ અનુભવાતા ભેજના કારણે પાક સંકટમાં આવી શકે છે. ઉનાળુ વાવેતરના સમયે જ કમોસમી વરસાદ ઘાતક નીવડી શકે છે. 

ક્યાં ક્યાં વરસાદની આગાહી

5/5
image

આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આવી પડશે. ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણમાં વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.