આટલા મોંઘા મંગળસૂત્ર પહેરે છે બોલીવુડની હિરોઈનો, કિંમત સાંભળીને આવી જશે ચક્કર..

નવી દિલ્લીઃ કોઈ પરિણીત મહિલા માટે જો કોઈ સૌથી ખાસ જ્વેલરી હોય તો તે તેનું મંગળસૂત્ર છે. કારણ કે એ તેના સુહાગની નિશાની છે. આ મામલે બોલીવુડની અભિનેત્રીઓ પણ પાછળ નથી. ઐશ્વર્યા રાયથી લઈને સાઉથની અભિનેત્રી સામંથા અક્કિનેણીનું મંગળસૂત્ર ખુબ જ કિંમતી છે.

મંગળસૂત્રનું હિંદુ લગ્નમાં ખૂબ જ મહત્વ છે. મંગળનો અર્થ છે શુભ અને સૂત્ર એટલે દોરો. એટલે જ મંગળસૂત્રનો અર્થ થાય છે કે, આત્માઓને એકજૂટ કરનાર એક શુભ દોરો. અમારી સહયોગી વેબસાઈટ DNAમાં પ્રકાશિત જાણકારીના અનુસાર આજે અમે આપને ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, કાજલ અગ્રવાલ, પ્રિયંકા ચોપરા જોનાસ, સામંથા અક્કિનેણી, સોનમ કપૂર આહુજા અને તેના મોંઘા મંગળસૂત્ર વિશે જણાવવા જઈ રહ્યા છે.

 

 


 

સોનમ આહુજા

1/7
image

સોનમ કે આહુજાએ ઉશીતા રાવતાનીએ ડિઝાઈન કરેલું એક અનોખું મંગળસૂત્ર પસંદ કર્યું છે. જેમાં કાળા મોતી અને ત્રણ પેંડેટ સામેલ છે. જેમાંથી બે સોમન અને આનંદની રાશીનું પ્રતિનિધિત્વ કરે છે અને વચ્ચે એક હીરાનું પેંડેંટ છે. 

સામંથા અક્કિનેણી

2/7
image

સામંથા અક્કીનેણીના મંગળસૂત્રમાં ડબલ લેયર્ડ બ્લેક બીડેડ ચેઈન છે. જેમાં ડાયમંડ ડ્રોપ પેંડેંટ છે.

 

પ્રિયંકા ચોપરા

3/7
image

પ્રિયંકા ચોપરા જોનાસનું મંગળસૂત્ર સવ્યસાચીના હેરિટેજ જ્વેલરીનું છે. એમાં સોનાની એક ચેઈન છે. જેમાં ચાર કાળા મણકા છે. અને એક હીરાનું ડ્રોપ શેઈપનું પેંડેટ છે.

કાજલ અગ્રવાલ

4/7
image

કાજલ અગ્રવાલનું મંગળસૂત્ર ઘણુખરું દીપિકા પાદુકોણ સાથે મળતું આવે છે. જેમાં એક નાની બીડેડ ચેઈન અને એક નાનું ડાયમંડ સોલિટેર પેંડેટ છે.

દીપિકા પાદુકોણ

5/7
image

બ્લેક બીડેડ દોરો અને નાનાકડા ડાયમંડના પેંડેટ સાથે દીપિકા પાદુકોણનું મંગલસૂત્ર સૌથી સારું છે. તેની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે.

અનુષ્કા શર્મા

6/7
image

અનુષ્કાના મંગળસૂત્રમાં હીરા અને મોતીઓ વચ્ચે એક ફ્લાવરની ડિઝાઈન છે. જણાવવામાં આવ્યું છે કે મંગળસૂત્રની કિંમત લગભગ 52 લાખ રૂપિયા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

7/7
image

ઐશ્વર્યા રાય બચ્ચનનું મંગળસૂત્ર 45 લાખ રૂપિયાનું જણાવવામાં આવે છે અને તેમાં ડાયમંડ પેંડેટની સાથે બ્લેક બીડેડ નેકપીસ સામેલ છે.